કોટક સ્કૂલની મનમાની: અમે કહી ત્યાંથી જ જેકેટ ખરીદો: વિદ્યાર્થિનીએ કરી ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની લોર્ડ સ્કૂલ (સાધુ વાસવાણી રોડ) અને કોટક ગર્લ્સ સ્કૂલ જે વિદ્યાર્થીઓને ફરજિયાત સ્કૂલનું ડ્રેસ કોડ ધરાવતું જેકેટ પહેરવા અને સ્કૂલ પરથી ખરીદવા દબાણ કરવાની વાલીની ફરિયાદ અમને મળી છે. રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટ વલણ દર્શાવ્યુ છતાં પરિપત્રનો ઉલાળિયો કરનાર સંસ્થા પોતાની મનમાની કરી બાળકોને ખોટી રીતે હેરાન કરે છે. વધુમાં વાલીની ફરિયાદ મળી કે આજ શનિવાર બપોરે એક વાગ્યા 750 રૂપિયા ભરી પહેલાં સ્કૂલનું જેકેટ લોર્ડ સ્કૂલના મેનેજમેન્ટ પાસેથી ખરીદી લેવું ફરજિયાત છે. કોટક ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની અમને ફરિયાદ મળી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અમને સ્કૂલનું જેકેટ પહેરવા દબાણ કરે છે. પ્રિન્સિપાલ બાળકોને કહ્યું કે પરિપત્ર અમને લાગુ ન પડે કારણ કે અમારી સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત છે આમ પોતાની મનસ્વિતા ચલાવતી બંને સંસ્થા પર કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પગલાં આજના દિવસમાં ભરવામાં નહીં આવે તો અમે સ્કૂલ પર હલ્લાબોલ કરવા રોહિતસિંહ રાજપૂતે ચિમકી ઉચ્ચારી છે.