ધ્રાંગધ્રા DySP કચેરી ખાતે રેન્જ આઈજી, જિલ્લા પોલીસવડાનું ઇન્સ્પેકશન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રા ડીવાયએસપીસ ઓફીસ ખાતે રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડાનું ઇન્સ્પેકશન અને પોલીસ કર્મચારી સાથે મુલાકાત કરાઇ હતી. આ સમયે રેન્જ આઇજીનું સ્વાગત કરી પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી હતી. શહેરના વિવિધ પ્રશ્ર્નો તથા દફતર સહિતની તપાસણી કરવામાં આવી હતી. ગુનાખોરી ઘટતા અને સારી કામગીરીને લઈને સતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 1 પીએસઆઈ સહિત 7 પોલીસ કર્મચારીનું ઈનામ આપી સન્માન કરાયું હતુ. લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરો, ગુનેગારો ગુના કરતા ભૂલી જશે તેમ રેન્જ આઈજીએ જણાવ્યું હતું.
- Advertisement -
ધ્રાંગધ્રા ડીવાયએસપી ઓફિસ ખાતે રેન્જ આઇજી અશોક યાદવ તેમજ જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ, ડિવિઝનના પીએસઆઈ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ, પોલીસ સહિત તમામ ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈજીએ ટેકનોલોજી સહિતના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં જણાવ્યું હતું.
ધ્રાંગધ્રા ડિવિઝન સિટી પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી કરેલી તેવા પીએસઆઈ એમ.બી. વીરઝા સહિત 7 પોલીસકર્મીને પ્રોત્સાહિત ઇનામ ગુજરાત સરકાર દ્વારા તથા આવનારા સમયમાં વિવિધ રમત ગમતોમાં પોલીસના જવાનો ભાગ લેવા સૂચનાઓ અપાઈ હતી. રેન્જ આઈજીએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા માટે લુખ્ખા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરો, ગુનેગારોને ગુના કરતા ભૂલવાડી દો.