ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વાવડી વિસ્તારમાં નંદી તથા ગાયો પર એસિડ એટેક કરવામાં આવેલ છે. આ આઠમો બનાવ ધ્યાને આવેલ છે.
જો ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માગ ચાલુ છે અને જો આવા બનાવ બને તો હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરનારા સામે તાત્કાલીક ધોરણે તપાસ કરી જે પણ આવું કૃત્ય કરે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પાઠવી કરવામાં આવી છે, અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌ સંગઠનો સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપના કાર્યકરોએ ઉચ્ચારી હતી.


