દરેક વ્યક્તિને લાંબા અને જાડા વાળ પસંદ છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં વાળ ખરવા અને વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બની રહી છે. ત્યારે ચાલો આજે આપણે જાણીએ કે રાત્રે સૂતા પહેલા વાળની સાર સંભાળ કેવી રીતે રાખવી. સ્કિનની સાથે સાથે વાળની પાણ સંભાળ રાખવી એટલી જ જરૂરી છે.
કોમ્બનો ઉપયોગ કરો
- Advertisement -
રાત્રે સૂતા પહેલા વાળમાં હળવા હાથે કાંસકો ફેરવી લો. જેથી સ્કાલ્પમાં રહેલું કુદરતી તેલ સારી રીતે ફેલાઈ જાય.
વાળ સુકાયા પછી જ સૂવાનો આગ્રહ રાખો
જો રાત્રે વાળ તમે ધોવો છો તો તેણે સારી રીતે સૂકવી પછી જ સુવો, જો તમારા વાળ ભીના હોય તો તે તૂટી શકે છે.
- Advertisement -
ચોટલી બનાવીને સૂવાનો આગ્રહ રાખો
રાત્રે સૂતા પહેલા હંમેશા વાળની ચોટલી બનાવીને સૂવો જેનાથી વાળમાં પરસેવો ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. ખુલ્લા વાળ રાખીને સુવાથી વધુ પરસેવો થાય છે અને વાળ નબળા પડે છે.
માલિશ કરવાનો આગ્રહ રાખો
રાત્રે વાળમાં માલિશ કરી શકો છો જેનાથી માથામાં રક્ત પરિભ્રમણને સુધારે છે.
સિલ્કનું ઓશીકું રાખવાનો આગ્રહ રાખો
તમારા વાળ વધુ ખરતા હોય તો તમે તમારા સુવાના ઓશિકામાં સિલ્કનું કવર ચડાવો જેનાથી વાળને નુકશાન થતું નથી અને વાળ હેલ્થી રહે છે.
બન ક્યારેય બાંધશો નહીં
સૂતી વખતે ક્યારેય વાળમાં બન બાંધશો નહીં, બન બાંધવાથી વાળ નબળા પડી જાય છે. અને વાળ તૂટવા લાગે છે.