80 આચકાંઓથી ધ્રુજી ઉઠ્યું તાઈવાન
હુઆલીનના અગ્નિશામક વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે. જો કે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.20 દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઈવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા, ત્યારે ફરી એકવાર તાઈવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ. અહીં એક જ રાતમાં ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો. આ ભૂકંપ પછી 3 એપ્રિલના ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતો હવે એક તરફ નમેલી છે.
- Advertisement -
Taiwan's east coast is still rumbling nearly three weeks on from this month's magnitude 7.2 earthquake.
A night of constant shaking has caused fresh damage in the quake-hit city of Hualien. pic.twitter.com/UrCmAC0LVZ
— TaiwanPlus News (@taiwanplusnews) April 23, 2024
- Advertisement -
જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર હુઆલીનના ગ્રામીણ ઈસ્ટર્ન કાઉન્ટીમાં હતું. અહીં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. આ શક્તિશાળી ભૂકંપ બાદથી તાઈવાનમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા છે.
હોટેલની કામગીરી બંધ છે
હુઆલીનના અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે. જો કે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.