ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે અને અવારનવાર ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના બનાવો બનતા રહે છે.
જેમાં બુધવારે મોરબીમાં ધોળે દિવસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલ સાઈકલની ચોરી કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને એક ટાબરીયો સાઈકલ લઈને જતો નજરે પડે છે.
- Advertisement -
મોરબીના શક્તિ પ્લોટ 8 માં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી સાયકલ ચોરીની ઘટના બની હતી જેમાં તારીખ 13 ના રોજ ધોળે દિવસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી સાયકલ ચોરી થઈ હતી જે સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં એક ટાબરિયો પાર્કિંગમાં આવીને એક બાઈક પર બેસી જાય છે અને આજુબાજુમાં નજર કરી કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કર્યા બાદ સાઇકલ લઈને ચાલતી પકડે છે. મોરબીમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરીની ઘટનાઓ રોકાતી નથી અને ચોર તસ્કરોને ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેમ બેફામ બની ગમે તે સ્થળે ચોરીને અંજામ આપી નાસી જાય છે ત્યારે ખાખી ખરેખર એક્શનમાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.



