આ વર્ષે જૂનમાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાવાની છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે.
વનડે વર્લ્ડ કપ 2023 બાદ ક્રિકેટ ચાહકો T20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા હતા, એવામાં હવે ICC એ T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 1 થી 29 જૂન દરમિયાન 20 ટીમો વચ્ચે યોજાશે તો ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.
- Advertisement -
ભારતની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે થશે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. ભારતની ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સાથે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સાથે થશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. તમામ ટીમોને પાંચ-પાંચ ટીમોના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતને પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યુએસએ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.
ICYMI, the schedule for the 2024 ICC Men's #T20WorldCup is out 🏆
— ICC (@ICC) January 5, 2024
- Advertisement -
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 1 જૂનથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાશે. જે અમેરિકાના ન્યુયોર્કના આઈઝનહોવર પાર્કમાં રમાશે.
કઇ ટીમ કયા ગ્રુપમાં?
ગ્રુપ A – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.
ગ્રુપ B – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.
ગ્રુપ C – ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, PNG.
ગ્રુપ D – દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ
📢 Announced!
Take a look at #TeamIndia's group stage fixtures for the upcoming ICC Men's T20 World Cup 2024 👌👌
India will play all their group matches in the USA 🇺🇸#T20WorldCup pic.twitter.com/zv1xrqr0VZ
— BCCI (@BCCI) January 5, 2024
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતનું શેડ્યૂલ
ભારત VS આયર્લેન્ડ (ન્યૂયોર્ક) 5 જૂન
ભારત VS પાકિસ્તાન (ન્યૂ યોર્ક) 9 જૂન
ભારત VS યુએસએ (ન્યૂ યોર્ક) 12 જૂન
ભારત VS કેનેડા (ફ્લોરિડા) 15 જૂન