8 માર્ચે અમદાવાદમાં ફાઈનલ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (TCC)એ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ રિલીઝ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે. જ્યારે ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું તો ટાઇટલ મેચ કોલંબોમાં યોજાશે. ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં 7 શહેરોના 8 વેન્યૂ પર રમાશે. 29 દિવસમાં કુલ 55 મેચ થશે. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને ટુર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.
મુંબઈમાં TCCની સેરેમની યોજાઈ, જ્યાં કમિટીએ જણાવ્યું કે ઓપનિંગ મેચ ભારત અને USA વચ્ચે થશે. ગ્રૂપ સ્ટેજમાં દરરોજ 3 મેચ રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે, તો તેના મેચ શ્રીલંકામાં યોજાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ છે, જેમને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતના 5, શ્રીલંકાના 3 સ્થળો પર ટુર્નામેન્ટ યોજાશે ભારતમાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈમાં ટુર્નામેન્ટની મેચ રમાશે. જ્યારે શ્રીલંકામાં કોલંબો અને કેન્ડીમાં મુકાબલા થશે. કોલંબોના 2 સ્ટેડિયમ પર મેચ રમાશે. ટીમ ઈન્ડિયા ગ્રૂપ સ્ટેજની મેચ મુંબઈ, દિલ્હી, કોલંબો અને અમદાવાદમાં રમશે.
અફઘાનિસ્તાન-બાંગ્લાદેશનો ગ્રૂપ સૌથી મુશ્કેલ ગ્રૂપ સ્ટેજમાં કુલ 20 ટીમ સામેલ છે, જેમને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાના ગ્રૂપમાં 4 લીગ મુકાબલા રમશે. લીગ સ્ટેજ પછી દરેક ગ્રૂપમાંથી 2-2 ટોચની ટીમને સુપર-8 સ્ટેજમાં એન્ટ્રી મળશે. સુપર-8માં પણ ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. અહીં પણ 2-2 ટોચની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે, અને સેમિફાઈનલ જીતનારી ટીમ 8 માર્ચના રોજ અમદાવાદમાં ફાઈનલ રમશે.
- Advertisement -
ગ્રૂપ-Cની બાંગ્લાદેશ અને ગ્રૂપ-ઉની અફઘાનિસ્તાનનો ગ્રૂપ સૌથી મુશ્કેલ જણાઈ રહ્યો છે. કારણ કે આ ગ્રૂપમાં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમ સામેલ છે. આ ચારેય ટીમને ફાઈનલ રમવાનો અનુભવ છે, જ્યારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્યારેય કોઈ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી શકી નથી.
20 ફેબ્રુઆરી સુધી ચાલશે ગ્રૂપ સ્ટેજ ગ્રૂપ સ્ટેજમાં 7 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી દરરોજ 3 મેચ રમાશે, જ્યારે 20 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે એક જ મેચ હશે. આ પહેલા રાઉન્ડમાં કુલ 40 મેચ રમાવાની છે. ત્યારબાદ 21 ફેબ્રુઆરીથી સુપર-8 રાઉન્ડ શરૂ થશે, જેમાં કુલ 12 મુકાબલા હશે. સુપર-8માં 22 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ 2-2 મેચ થશે, જ્યારે બાકીના દિવસોમાં 1-1 મેચ હશે. 4 માર્ચના રોજ કોલકાતામાં પહેલી સેમિફાઈનલ યોજાશે (જો પાકિસ્તાને પ્રવેશ કર્યો તો આ મેચ કોલંબોમાં જશે). 5 માર્ચના રોજ મુંબઈમાં બીજી સેમિફાઈનલ થશે અને 8 માર્ચના રોજ અમદાવાદમાં ફાઈનલ રમાશે (પાકિસ્તાન ફાઈનલમાં આવ્યું તો આ મેચ કોલંબોમાં શિફ્ટ થશે). ઇટાલીએ પહેલીવાર ક્વોલિફાય કર્યું યુરોપિયન દેશ ઇટાલીએ પહેલીવાર T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે.
યજમાન દેશો ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝે પાછલા વર્લ્ડ કપના સુપર-8 સ્ટેજમાં પહોંચવાના કારણે ક્વોલિફાય કર્યું છે.
રોહિત શર્મા બન્યો T20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર, TCC અધ્યક્ષ જય શાહે કરી મોટી જાહેરાત
મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ઈંઈઈ) દ્વારા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. રમતની વૈશ્વિક સંસ્થાએ તેમને આગામી વર્ષે ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે. ઈંઈઈ પ્રમુખ જય શાહે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- આ જાહેરાત કરતા મને ગર્વ થઈ રહ્યો છે કે રોહિત શર્મા ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા પછી રોહિત શર્માને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે નિવૃત્ત ખેલાડીઓ હંમેશા એમ્બેસેડર બન્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે પણ આ જવાબદારી મેળવનાર તે પ્રથમ ખેલાડી છે. તેણે કહ્યું- કોઈએ મને કહ્યું કે કોઈ વર્તમાન ખેલાડીને ક્યારેય TCC ટુર્નામેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો નથી. તેથી જ આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.



