ભારે વરસાદના કારણે સમજૂનાગઢ સહિત અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાંથી 1000 જેટલા કર્મચારીઓની ટીમ ઉતારવામાં આવી
ઘરવખરી, કપડા, દાગીના, રૂપિયા વરસાદી વહેણમાં તણાતાં મહિલાઓનું હૈયાફાટ રૂદન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ખાબકેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયું છે. ત્યારે શહેરની સોસાયટીમાં આવેલો કચરો તેમજ ગંદકી દૂર કરવા પ્રશાસન દ્વારા એક્શન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અલગ-અલગ શહેરો અને મહાનગર જેવા કે, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાંથી 1000 જેટલા કર્મચારીઓની ટીમ શહેરમાં ઉતારવામાં આવી છે, જેને સાફ-સફાઈની કામગીરી આદરી છે.
ભારે વરસાદના કારણે સર્જાયેલી હોનારત બાદ રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવા પગલાં લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને પણ જરૂરી તકેદારી રાખવા સમજણ આપવામાં આવી રહી છે.
અમરેલી અને ભાવનગરની નગરપાલિકાની ટીમો આવ્યા પછી જૂનાગઢ મહાનગરપાલિકાની 180 સભ્યોની ટીમ તેમજ રાજકોટથી 73 કર્મચારીઓની ટીમ જુનાગઢમાં સફાઈ કાર્ય માટે-દવા સાથે સેનિટેશન કરશે. જૂનાગઢ મહાનગર પાલિકાના 600 કર્મીઓ પણ જુદા-જુદા વિસ્તારમાં સફાઈ કાર્ય કરી રહ્યા છે.
- Advertisement -
અમરેલી અને ભાવનગર જિલ્લાની 9 નગરપાલિકાની ટીમો જુદા-જુદા વિસ્તારો આઈડેન્ટીફાય કરી તણાઈ આવેલો કચરો, ગંદકી વગેરે બહાર કાઢી વિવિધ સાધનો અને માનવબળથી કામગીરી કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની વેક્યુમ પંપ ટેન્કથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.
આજે રાજકોટની એક ટીમ પણ રાહતની કામગીરી માટે આવશે. બાબરા નગરપાલિકામાંથી 10 સભ્યોની ટીમ ડ્રીમલેન્ડ ગોકુલનગર વિસ્તારમાં સફાઈ કાર્ય કરી રહી છે તો પાલીતાણાની ટીમ લક્ષ્મીનગરમાં છે. બગસરાની 14ની ટીમ રાયજીબાગમાં અને વલભીપુર નગરપાલિકાની 11 સભ્યોની ટીમ ગણેશનગર વિસ્તારમાં શ્રમ યજ્ઞ કરી રહી છે.
દામનગરની 8 કર્મીઓની ટીમ વાહન સાથે કાશી વિશ્વનાથ સોસાયટીમાં અને લાઠી નગરપાલિકાનીની ટીમ રાયજીબાગમાં કામ કરી રહી છે. અમરેલી નગરપાલિકાના 15 કર્મચારીઓ કલેકટર કચેરી આસપાસ તેમજ સાવરકુંડલાના 22 કામદારોની ટીમ વૈભવ ચોકથી બસ સ્ટેશનનો વિસ્તાર સાફ કરી રહ્યા છે. રાજુલાની ટીમ સરદાર બાગ આસપાસ સફાઈ કાર્ય કરી રહી છે.
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં 6 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળ હોનારમાં ખાડિયા વિસ્તારનાં અનેક મકાનો ધરાશાયી થવા પામ્યાં હતા. વરસાદી પાણીનાં વહેણમાં ઘરવખરી કપડા, દાગીનાં સહિતની તમામ ચીજવસ્તુઓ તણાઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ભાળ ન લેતાં મહિલાઓ અને પરિવારો હિબકે ચડ્યાં હતા.
કુદરતી આફ્ત આવતાં ખાડિયા વિસ્તારમાં આશરે 30થી વધુ મકાનો ધરાશાયી થવા પામ્યાં છે. જેનાં કારણે લોકો ઘર વિહોણા થયા છે. અને રસ્તા ઉપર રહેવા મજબુર બન્યાં છે. વરસાદનાં ઘસમસતાં પ્રવાહમાં ઘરવખરી, કપડા, દાગીનાં, રૂપિયા સહિતની તમામ ચીજવસ્તુંઓ તણાઈ જવા પામી છે. છતાં પણ અત્યાર સુધી નિદ્રાધીન તંત્ર દ્વારા આ સ્થળની મૂલાકાત લેવામાં આવી નથી કે પ્રાથમિક સુવિધા એવી પીવનાં પાણી અને જમાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ બાબાતે સ્થાનિકો દ્વારા મનપાનાં કંટ્રોલ રૂમમાં જાણ કરી હોવા છતાં પણ માંગ પૂરી થઇ નથી. કોઈપણ વહારે ન આવતાં શોભાનાં ગાઠિયા સમાન હોવાનું જણાવી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે ઘટનાને પગલે વિશ્વ હિંન્દુ પરિષદ, આરએસએસનાં કાર્યકર્તાઓ આ વિસ્તારની વહારે આવીને અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.
ખાડિયા વિસ્તારમાં રહેતાં ભાવનાંબેનએ જણાવ્યું હતું કે, વરસાદે કહેર વરસાવતાં મકાનો ધરાશાઈ થવા પામ્યાં હતાં. જેના લીધે ઘરમાં રહેલી તમામ ચીજ વસ્તુઓ વરાસદી પાણીનાં ધસમસતાં પ્રવાહમાં તણાઈ જવા પામી છે. ત્યારે અત્યાર સુધી તંત્ર અમારી કોઈપણ પ્રકારની ભાળ લેવા માટે આવ્યું નથી.
કલાકથી પીવાનું પાણી, કપડા અને જમ્યાં વગરનાં છીએ ત્યારે અમારા છોકરાઓ બધા ભુખ્યા તરસ્યાં છે. અસરગ્રસ્ત સુમિતાબેન મકવાણાએ હૈયાફટ રૂદન કરતાં જણાવ્યું હતું કે આજે અમારી પાસે કઈપણ બચ્યું નથી. પહેરવાનાં કપડા પણ નથી, ખાવા- પીવાનું નથી, રૂપિયા નથી, દાગનાં સહિતની તમામ ચીજવસ્તુઓ વહેણમાં તાણાઈ જવા પામી છે.
ગઈકાલે ભારે વરસાદ ખાબકતાં 3 વાગ્યાની આસપાસ અચાનક પાણીનો વહેણ આવતાં તમામ ચીજ વસ્તુઓ પાણીનાં વહેણમાં તણાઈ જવા પામી છે. આજે અમે લોકો કાલનાં એક જ કપડા પહેરીને રહેવા માટે મજબૂર બન્યાં છે. જેથી અમારી રાજ્યનાં મુખ્યમંત્રી પાસે સહાય અને અમારી વહારે આવવા માટે