શરીરમાં સોઇ ઘુસાડી, પ્રાઈવેટ પાર્ટમાં શોક આપ્યા: અસદ સરકારે 72 રીતે લાખોને માર્યા
કેદીઓને કચડીને મોતને ઘાટ ઉતારવા માટે આયર્ન પ્રેસ
એક લાખ કેદીનો તો પત્તો જ નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા પછી 8 ડિસેમ્બરે બળવાખોરોએ કુખ્યાત સેડનાયા જેલ પર કબજો કરી લીધો અને જેલમાંથી હજારો કેદીઓને મુક્ત કર્યા. જોકે 3 દિવસ થવા છતાં હજુ પણ કેટલાક લોકો જેલમાંથી બહાર આવી શક્યા નથી. એનું કારણ એ છે કે જેલમાં ભોંયરું છે, જ્યાં પહોંચવામાં મુશ્ર્કેલીઓ આવી રહી છે. એન્મેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ અસદે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લાખો લોકોને કુખ્યાત સેડનાયા જેલની અંધારકોટડીમાં કેદ કર્યા હતા. આ જેલના કતલખાનામાં કેદીઓને 72થી વધુ પ્રકારના યાતનાઓ આપવામાં આવતી હતી. આ જેલમાં રાષ્ટ્રપતિ અસદે છેલ્લાં 14 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
આ જેલમાં 1.57 લાખથી વધુ લોકોને ટોર્ચર કરવામાં આવ્યા છે અને તેમની હત્યા કરવામાં આવી છે, જેમાં 5,274 બાળકો અને 10,221 મહિલાનો પણ સમાવેશ થાય છે. અસદ દેશ છોડીને ભાગી ગયા પછી અને બળવાખોરોએ સેડનાયા જેલ પર કબજો કરી લીધા પછી હજારો સિરિયનો સેડનાયા જેલમાં પહોંચ્યા. તેઓ આશા રાખે છે કે અસદના શાસન દરમિયાન ધરપકડ કરાયેલા અથવા ગુમ થયેલા તેમના સંબંધીઓ વિશે કેટલીક માહિતી મળી શકે છે. કુખ્યાત સેડનાયા જેલ પર બળવાખોર કબજો 63 વર્ષીય બશર બર્હૌમ માટે જીવનદાન બની ગયો. બારહૌમનું કહેવું છે કે તેને 7 મહિના પહેલા જેલમાં લાવવામાં આવ્યો હતો. તેને રવિવારે ફાંસી આપવાની હતી પરંતુ બળવાખોરોએ જેલ પર કબજો કરી લીધો અને તે ભાગી ગયો.
અન્ય એક કેદીએ જણાવ્યું કે જેલની એક નાની કોટડીમાં 25 લોકોને રાખવામાં આવ્યા હતા. બચી ગયેલા લોકોએ કહ્યું કે રક્ષકોએ જેલની અંદર સંપૂર્ણ મૌનનો નિયમ લાગુ કર્યો હતો. કેદીઓ બોલી શકતા ન હતા, તેથી ઘણા કેદીઓએ દિવાલો પર સંદેશા લખ્યા હતા. સેડનાયા જેલની અંદર જવાનો એકમાત્ર રસ્તો સર્પાકાર સીડી છે. જે બારથી ઘેરાયેલ છે. અહીંથી જેલની 3 વિંગ સુધી પહોંચવાના રસ્તા છે. બળવાખોરો કહે છે કે જેલની ત્રણ વિંગ તેમની વિવિધ પ્રકારની ક્રૂરતા માટે કુખ્યાત છે. બળવાખોરોને જેલની એક વિંગમાં ’આયર્ન એક્ઝીક્યૂશન પ્રેસ’ મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો ઉપયોગ કેદીઓને કચડીને મારવા માટે કરવામાં આવતો હતો.
- Advertisement -
હ્યુમન રાઇટ્સ નેટવર્કે જેલ સત્તાવાળાઓ દ્વારા ત્રાસ આપવાની 72 વિવિધ પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે. આમાં જનનાંગોને ઇલેક્ટ્રિક શોક આપવો અથવા તેમના પર વજન લટકાવવાનો સમાવેશ થાય છે; ધાતુના સળિયા, ગનપાઉડર અથવા જ્વલનશીલ જંતુનાશકોથી કેદીઓને સળગાવવા… વિવિધ સજાઓમાં તેમના માથાને દિવાલ અને જેલના દરવાજા વચ્ચે કચડી નાખવા અને તેમના શરીરમાં સોય અથવા ધાતુની પિન નાખવાનો સમાવેશ થતો હતો.