વાલ્મિકી સમાજના કર્મચારીઓએ કામગીરીમાં ભેદભાવ થતો હોવાની રાવ સાથે સૂત્રોચ્ચાર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકા કચેરીમાં સોમવારે વાલ્મિકી સમાજના સફાઇ કામદારોએ કામગીરીમાં ભેદભાવ થતો હોવાની રજૂઆત સાથે કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના મરશિયા ગાયા હતા ત્યારબાદ હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પ્રતિક ઉપવાસના પારણા કરાવીને કામગીરીમાં ભેદભાવ દૂર કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
- Advertisement -
હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારો સાથે કામગીરીમાં ભેદભાવ થતો હોવાની હળવદ પાલિકા કચેરીમાં અનેક રજૂઆતો થઈ હતી તેમ છતાં કોઈ પરિણામ ન મળતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોએ પાલિકા કચેરીમાં સફાઈ કામગીરીમાં ભેદભાવ દૂર કરવા રજૂઆત કરી હતી જે બાબતે બહેરી અને મુંગી પાલિકાએ રજૂઆતો ધ્યાને ન લઈને ભેદભાવને દૂર કર્યો ન હતો જેથી સોમવારે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર સાથે કચેરીમાં કાળી પટ્ટી ધારણ કરી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના મરશિયા ગાયા હતા તેમજ આગામી દિવસોમાં યોગ્ય પરિણામ નહીં આવે તો નગરપાલિકામાં તાળાબંધી, રસ્તારોકો આંદોલન તેમજ સામૂહિક આત્મહત્યાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.