જર્જરિત ટાંકાનો પોપડો સફાઈકર્મીની માથે પડતા ઈજા પહોંચતા ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાંથી અનેક દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે ટ્રોમા કેર સેન્ટર પાસે આવેલા જર્જરિત પાણીના ટાંકામાંથી મસમોટું પોપડું ખરી પડતા અફરાતફરી મચી ગઈ હતી. પોપડાનો એક ભાગ નીચે ખરી પડતા સફાઈકર્મીને માથે પડ્યું હતું. જેને લઈને સફાઈકર્મીને ગંભીર ઈજા પહોંચી હતી. ઘવાયેલા સફાઈકર્મીને શોભનાબેન સુરેશભાઇ ઝાલાને તાત્કાલિક અન્ય લોકોએ સારવાર અર્થે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવી હતી. અગાઉ પણ અનેક વખત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી હોવા છતાં પાણીનો ટાંકો નહી પાડતા આજે મહિલાને ગંભીર ઇજા થવા પામી હતી.શું સિવિલના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ પગલાં લેશે કે કેમ? તે સવાલ લોકોમાં ઉભો થયો છે.