ઇસરોના ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે સ્વીડનના અંતરિક્ષ યાત્રીએ પ્રશંસા કરી છે. સ્વીડિશ અંતરિક્ષ યાત્રીએ કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતાને અદ્ભૂત અને ઉતકૃષ્ટ ગણાવી છે. તેઓ આવા જ એક ભારતના બીજા મિશનની રાહ જોઇ રહ્યા છે. તેની સાથે તેમણે ગગનયાન મિશનની પણ વાત કરી. ભારત અને સ્વીડન અંતરિક્ષ ક્ષેત્રમાં એક સાથે કામ કરી શકે છે.
ચંદ્રયાન-3ની સફળતાની પ્રશંસા કરી
સ્વીડીશ અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટર ફુગલેસાંગે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ક્હ્યું કે, વિક્રમ લેંડર અને રોવર જે રીતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું, તે એક અદભૂત ઘટના હતી. સમગ્ર દુનિયા આ સફળતા માટે ભારત અને ઇસરોની પ્રશંસા કરી છે. હું ભારતના આનારા મિશનની રાહ જોઇ રહ્યો છું. એક અંતરિક્ષ યાત્રીના જણાવ્યા અનુસાર, હું ભારતીય રોકેટ અને કેપ્સુલની સાથે ભારતીય અંતરિક્ષ યાત્રીઓની ગગનયાનમાં ઉડાણ ભરતા જોવા માંગુ છું. હું ગગનયાન મિશન માટે ઉત્સાહિત છું.
- Advertisement -
ભારત-સ્વીડન એક સાથે કામ કરી શકે છે
ફુગલેસાંગે કહ્યુ કે, સ્વીડન અને ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં એક સાથે કામ કરી શકે છે અને આની ઘણી સંભાવનાઓ રહેલી છે. સ્વીડિશ અંતરિક્ષ નિગમ પણ અંતરિક્ષના સતત ઉપયોગ માટે સેવાઓનો વિકાસ કરી રહ્યા છે. આ બંન્ને દેશો માટે હિતકારક સાબિત થશે. અંતરિક્ષની સ્થિરતા અને જળવાયુ પડકારોને પાર પાડવા માટે અંતરિક્ષ અન્વેષણ મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, મને એવું લાગે છે કે, ભારત અને સ્વીડનની પાસે એક સાથે કામ કરવાની ઘણી સંભાવનાઓ છે. સ્વીડન ફ્કત મોટો દેશ જ નથી પરંતુ કેટલીક બાબતોમાં અમારી પાસે ઘણી વધારે ક્ષમતા રહેલી છે. ભારતની સાથે કામ કરવા માટે અમે ભારતે એ આપી શકીએ, જેની તેમને જરૂર છે. અમે એક-બીજાના અનુભવોથી બહુ મહત્વની જાણકારી મળી છે.