PMJAYમાં ગેરરીતિ બદલ વધુ 4 હોસ્પિટલ સામે કાર્યવાહી
સ્વસ્તિક હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉ.રાજેશ કંડોરિયાને યોજનામાંથી બરતરફ કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ખ્યાતિકાંડમાં PMJAYયોજનામાં લાલિયાવાડી ચાલતી હોવાનું બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર ગંભીર બની છે. PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ બદલ હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટની બે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, જ્યારે ભરૂચ અને વડોદરાની એક-એક હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે. રાજકોટની સસ્પેન્ડ કરાયેલી સ્વસ્તિક હોસ્પિટલને પણ રૂ. 2.94 કરોડની પેનલ્ટી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગતની SAFU (સ્ટેટ એન્ટીફ્રોડ યુનિટ)એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી, જે અંતર્ગત ગત અઠવાડિયામાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 4 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે. PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટિઓ જણાતાં સસ્પેન્ડ તેમજ વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઈ છે.
- Advertisement -
રાજકોટની સ્વસ્તિક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઈન્શ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 196 કેસમાં USG(અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને HPE (હિસ્ટોપેથોલોજિકલ એક્ઝામિનેશન) રિપોર્ટમાં છેડછાડ જોવા મળી હતી, જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.2,94,90,000/-ની પેનલ્ટી કરવામાં આવી છે. ઉક્ત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશિયાલિસ્ટ ડો.રાજેશ કંડોરિયા (ૠ-23640)ને યોજનામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
રાજકોટની જ ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલનું બી. યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. એક્સપાયર થઈ ગયું હોવાનું ધ્યાનમાં આવ્યું. તદુપરાંત હોસ્પિટલ પાસે અઊછઇ સર્ટિફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પિટલમાં જરૂરી મેનપાવર હાજર ન હતા. હોસ્પિટલમાં ઈંઈઞમાં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળ્યો હતો. ઓટી નોટ અને એનેસ્થેસિયા નોટમાં ડોક્ટર દ્વારા દર્શાવેલી માહિતીમાં વિસંગતા જોવા મળી હતી. એ બદલ કિષ્ના સર્જિકલ હોસ્પિટલ ઉપલેટાને યોજના અંતર્ગત ઉક્ત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.
ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ઝખજ સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું. એના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂ.33,44,031/- રકમ રિકવરી કરવામાં આવશે અને તેની પેનલ્ટી અંગેનો નિર્ણય આગામી સમયમાં થનારી જૠછઈ(સ્ટેટ ગ્રિવેન્સ રિડ્રેશલ કમિટી)માં લેવામાં આવશે.
વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું. આ ગેરરીતિ બદલ હોસ્પિટલના પ્રી-ઓથની કુલ રૂ.57,51,689/- રકમ રિકવરી કરવાનું તેની પેનલ્ટી અંગેનો નિર્ણય અગામી સમયમાં થનારી SGRCમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.