કોરોના વાયરસની બીજી લહેર બેકાબૂ બની છે. દેશના બધા જ રાજ્યોમાં ઑક્સિજન, હોસ્પિટલોમાં બેડ અને દવાની અછત જણાઈ રહી છે. સમયસર હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન થવાથી કે ઑક્સિજન ન મળવાથી લોકોના પ્રાણ જઈ રહ્યાં છે. આ બધું જોઈને અભિનેત્રી સ્વરા ભાસ્કર રોષે ભરાઈ છે. અભિનેત્રી નરેન્દ્ર મોદી સરકાર પર ભડકી ગઈ છે અને કહ્યું છે કે, દેશને હવે નવા વડાપ્રધાનની જરુર છે.
પત્રકાર શેખર ગુપ્તાએ હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક નવી ટીમની જરૂર છે. જો PMO ઈચ્છે છે કે દેશ ચાલતો રહે, આગળ વધતો રહે’.
- Advertisement -
સ્વરા ભાસ્કરે આ ટ્વિટરનો જવાબ આપતાં કહ્યું હતું કે, ‘ભારતને એક નવા વડાપ્રધાનની જરૂર છે. જો ભારતીયો પોતાના સંબંધીઓને શ્વાસ માટે હાંફતા જોવા નથી માગતા. તો..’
અભિનેત્રીના આ પોસ્ટ પછી તે સોશ્યલ મિડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. સ્વરા ભાસ્કર પોતાની પોસ્ટને કારણે ટ્રોલ થઈ છે અનેક યુઝર્સે સ્વરા ભાસ્કરને આડેહાથ લીધી છે. ‘એક યુઝરે કહ્યું હતું, માફ કરજો. 2024 પહેલાં તો આવું થઈ શકે તેમ નથી’. તો અન્ય એકે કહ્યું હતું કે, ‘આ સ્વરા ભાસ્કર છે કોણ?’
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી સ્વરા ભાસ્કર છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ‘માં જોવા મળી હતી. અંગત જીવનની વાત કરીએ તો, સ્વરા રાઈટર હિમાંશુ શર્માને પાંચ વર્ષ સુધી ડેટ કરતી હતી અને બે વર્ષ પહેલા તેમના સંબંધોનો અંત આવ્યો હતો. અત્યારે એવી ચર્ચા છે કે, અભિનેત્રી એક્ટર ગિરીશ કર્નાડના દીકરા રઘુ કર્નાડને ડેટ કરે છે. રઘુ કર્નાડ પત્રકાર તથા રાઈટર છે. જોકે, બન્નેમાંથી કોઈએ પોતાના રિલેશનશિપ અંગે કોઈ વાત નથી કરી.