આ 10 વિવાદોનાં ખુલાસા આપી પોતાનું શાણપણ દેખાડવાનો પ્રયાસ
પ્રશ્ન 1 : શિવજીનું અપમાન?
પ્રશ્ન 2 : શિવજી સર્વોપરી
પ્રશ્ન 3 : દેવો સ્વામિનારાયણના દર્શને?
પ્રશ્ન 4 : દેવોની સ્થાપના માત્ર દેખાડો
પ્રશ્ન 5 : સર્વોપરી સ્વામિનારાયણ?
પ્રશ્ન 6 : ભગવાન કે ભક્ત – સ્વામિનારાયણ
પ્રશ્ન 7 : સંસ્થાઓ આતંકવાદી ફેક્ટરી
પ્રશ્ન 8 : ચોપડા ચિતરાણા છે?
પ્રશ્ન 9 : કહેવાતા સંતોનો ઊમીભફયિંમ હોવાનો દાવો
પ્રશ્ન 10 : તમે નિ:સ્વાર્થ સેવા કરી છે ક્યારેય?
સ્વામિનારાયણ સંવાદ યુટ્યુબ ચેનલ પર ચોથી જાગીર ગણાતા મીડિયા અને સનાતન હિન્દુ સમાજનાં સાધુ-સંતોની પણ આડકતરી રીતે ટિકા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયોની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં ભગવાન સ્વામિનારાયણને જ સર્વોપરી માનવામાં આવી રહ્યા છે જ્યારે આ સંપ્રદાયની કેટલીક બાળ વાર્તાઓમાં પણ એવું શીખડાવવામાં આવી રહ્યું છે કે, સ્વામિનારાયણે લોકોની સેવા કરી છે અને અવતારો ધારણ કરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ફાંટાઓ પડ્યા છે જે પણ એકબીજાને નીચા પાડવા વીડિયો ક્લિપ વાયરલ કરીને પોતાનો જ સંપ્રદાય મહાન છે તેવું સાબિત કરી રહ્યા છે અને હમણાં જ શિવજીનું અપમાન કરતા હોય તેવા શબ્દો બોલીને સનાતની ધર્મને નીચો દેખાડ્યો હતો એટલાથી ન અટકતા થોડા દિવસ બાદ એવી ક્લિપ વાયરલ થઈ જેમાં હનુમાનજીને પણ ભગવાન નહીં ભક્ત કહી અપમાન કર્યું હતું. જો કે, આ તમામ વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે યુ ટ્યૂબ પર એક સ્વામિનારાયણ સંવાદ નામની ચેનલમાં 10 પ્રશ્નોના જવાબ આપી પોતાનું શાણપણ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સ્વામિનારાયણ સંવાદ નામની ચેનલના વીડિયોમાં તેમણે ચોથી જાગીર સમાન પત્રકારિત્વ પર પણ સવાલો ઉઠાવ્યા છે. અનુસંધાન પાના નં. 6 પર
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવચનોમાં હનુમાનજી ભગવાન નથી, દારૂ પીનારા શિવજીને ત્યાં કૈલાસ જાય છે… આવા ઉદાહરણો જ શા માટે?
તેમાં એવું દર્શાવ્યું છે કે, વીડિયોમાંથી અમુક કટીંગ કરી વાયરલ કરે છે પરંતુ ત્યારે પ્રશ્ન એ થાય કે, જો કોઈના વિશે ખરાબ બોલાય તેવા ઉદાહરણો શા માટે આપવા જોઈએ. જો કથામાં સ્વામી દ્રષ્ટાંતો કે, ઉદાહરણ આપતા હોય તો શિવજી કે, હનુમાન અથવા અન્ય કોઈ સનાતન હિંદુ દેવી દેવતાઓના જ કેમ ઉદાહરણ…? હનુમાનજી ભગવાન નથી, દારૂ પીનારા શિવજીને ત્યાં કૈલાસ જાય છે. આવા ઉદાહરણો શા માટે…? વીડિયોમાં એવું દર્શાવાયું છે કે, અમારાથી કંઈ બોલાયું હોય તો માણસ છે ભૂલ થાય તેને ઈશ્યુ ન બનાવાય તો આવી ભૂલો કેમ વારંવાર થાય છે સ્વામીઓ વિશે કેમ આવું નથી બોલાતું….? સ્વામિનારાયણ સંવાદ યુટ્યુબ ચેનલે હાલનાં વિવાદો પર પડદો નાખવા જતાં વધુ એક મોટો વિવાદ સર્જી દીધો છે.
- Advertisement -
પોતાનો લુલો બચાવ કરવા પ્રસિદ્ધ રામ કથાકારને પણ નિશાન બનાવ્યા
આ વીડિયો ક્લિપમાં એક પ્રસિદ્ધ રામકથાકાર પર પ્રહાર કર્યા હતા કે, તે પોતાની કથામાં એવું બોલે છે કે, હું તો એકાદશીએ ગાંઠિયા ખાઉં છું ગ્રહણના દિવસે જમુ છું, કર્મકાંડમાં માનતો નથી. પરંતુ સ્વામિનારાયણ એક સંપ્રદાય છે તેની સાથે ઘણા લોકો જોડાયેલા છે તે ગુરૂકુળ ચલાવે છે જ્યારે આ રામકથાકાર કોઈ ગુરૂકુળ ચલાવતા નથી. તેણે કહેલું ભક્ત બેઠેલાઓ જ સાંભળતા હોય છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પોતાનું ઉઘાડું ન પડે એટલે રામકથાકારનું નામ લઈ પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે.
સ્વામિનારાયણ સ્વામિઓનાં ટાર્ગેટ પર હિન્દુ સાધુ-સંતો
10 પ્રશ્નના જવાબમાં એવું કહેવાય છે કે, સનાતની સાધુ સંતોના શિષ્યો જ્યારે મળવા જાય ત્યારે ચલમ-ગાંજો માંગે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વ્યસનમુક્તિ કરાવે છે વ્યભિચારથી દૂર રહેવા સલાહ આપે છે પ્રમાણિકતા અને નીતિમતાના પાઠ ભણાવે છે. જ્યારે હમણાં જ એક સ્વામી અને એક મહિલા હરિભક્તની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં ફક્ત અને ફક્ત વ્યભિચાર જ હતો. અનેક કિસ્સાઓ તો ગુરૂકુળના અને મંદિરના પણ બહાર આવ્યા છે આમ સંપ્રદાય પોતાનું ઉઘાડું પડ્યું એટલે બીજાને નીચા નમાવવા માટે આવા વીડિયો મુકી ખુલાસો આપી રહ્યા છે.
સ્વામીઓના બફાટ અંગેના શાસ્ત્રોક્ત જવાબોમાં થૂંકેલું ચાટવાનો પ્રયાસ
હાલમાં થયેલા વિવિધ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ અને સ્વામિનારાયણ સ્વામીઓએ કરેલા બફાટના શાસ્ત્રોક્ત જવાબ આપવાનો પ્રયાસ યુટ્યુબના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો છે. યુટ્યુબ પર સ્વામિનારાયણ સંસ્થાની વિવિધ ચેનલો દ્વારા એક પચાસ મિનિટ જેટલો લાંબો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં સ્વામિનારાયણ વિવાદ અને સ્વામીઓના બફાટ અંગેના શાસ્ત્રોક્ત જવાબોમાં થૂંકેલું ચાટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરી એકવખત સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સંતોએ વિવિધ વિવાદો અને બફાટો પર ખુલાસો કરી નવા વિવાદને જન્મ આપ્યો છે અને સાથે પોતાની નિમ્ન માનસિકતાનો પરિચય પણ આપ્યો છે.
મીડિયાને આડકતરી રીતે ગાળો ભાંડવામાં આવી
સ્વામિનારાયણ વિવાદના શાસ્ત્રોક્ત વિડીયોમાં મીડિયાજગતને આડકતરી રીતે ગાળો ભાંડવામાં આવી છે. જાણે તમામ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરતું જ માધ્યમ હોય અને બધા જ પત્રકારો અજ્ઞાની હોય તે પ્રકારની વાતો કરી સ્વામિનારાયણ વિવાદના શાસ્ત્રોક્ત જવાબો આપતા વીડિયોમાં કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ યુટ્યુબ ચેનલમાં પત્રકારો તથા માધ્યમોની ટિકા કરવામાં આવી છે. સ્વામિનારાયણના વિવાદો થવા પાછળ મીડિયાનો મોટો હાથ અને ફાળો હોય તેવું સ્વામિનારાયણ વિવાદના શાસ્ત્રોક્ત વિડીયોનો સૂર છે.
સ્વામિનારાયણ સ્વામીઓ વ્યસનમુક્તિ કરાવે છે, હિંદુ સાધુ-સંતો ચલમ અને ગાંજા પીતાં શીખવાડે છે!
સ્વામિનારાયણ વિવાદના શાસ્ત્રોક્ત જવાબો વિડીયોમાં એવું કહેવામાં આવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વ્યસનમુક્તિ કરાવે છે બીજી તરફ સનાતન હિંદુ ધર્મના સંતો ચલમ અને ગાંજો પીતા શીખવાડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને મહાન દર્શવવા અને સ્વામીઓની લિટી મોટી દર્શાવવા ફરી એકવખત સ્વામિનારાયણ વિવાદના શાસ્ત્રોક્ત જવાબોમાં હિંદુ ધર્મના સંતો તેમના ભક્તો-અનુયાયીઓને ચલમ આપે છે, ગાંજો પીતા શીખવાડે છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ તો વ્યસનમુક્તિ કરાવે છે એવું જણાવી હિંદુ ધર્મને નીચો અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઊંચો દર્શવવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. ચોક્કસથી સ્વામિનારાયણના સ્વામીઓ વ્યસનમુક્તિ કરાવતા હશે પરંતુ હિંદુ ધર્મના સંતો પોતાના ભક્તો-અનુયાયીઓને ગાંજો પીતા શીખવાડે છે કે પછી ચલમ આપે છે એ વાત કેટલી યોગ્ય?