જગતગુરુ શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીના બ્રહ્મલીન થતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સ્વામી સદાનંદ સરસ્વતીનું શંકરાચાર્ય બનવું પહેલેથી જ નક્કી હતું. સ્વામી સ્વરુપાનંદજીએ આ વાતનો સંકેત 19 વર્ષ પહેલાં પોતાના બન્ને શિષ્યોની કાશીમાં દંડદીક્ષા બાદ આપ્યો હતો તે સમયે જ અવિમુક્તેશ્વરાનંદે તથા સદાનંદે શંકરાચાર્યના પ્રતિનિધિ શિષ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા. બન્ને ગુરુભાઇઓની દંડ દીક્ષા 15મી એપ્રિલે 2003ના કાશી કેદારખંડ સ્થિત શ્રી વિદ્યામઠમાં થઇ હતી. સોમવારના સ્વામી સ્વરુપાનંદજીએ ઇચ્છા પત્રમાં પણ તેનું એલાન કરી દીધું હતું.
જ્યોતિષપીઠના શંકરાચાર્ય બનાવાયેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો વારાણસી સાથે ગાઢ સંબંધ છે. કિશોરાવસ્થાથી જ કાશીના કેદારખંડમાં સંસ્કૃતનું અધ્યયન કરનારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયમાં શાસ્ત્રી તથા આચાર્યની શિક્ષાગ્રહણ કરી હતી તે દરમ્યાન તેઓ છાત્ર સંઘના મહામંત્રી પણ રહ્યા હતાં.
- Advertisement -
જ્યારે સ્વામી સદાનંદજીએ 18 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સ્વામી સદાનંદને જન્મ મધ્યપ્રદેશના નરસિંહપુર જીલ્લાના બરગીગાવમાં થયો હતો. પ્રથમ તેનું નામ રમેશ અવસ્થી હતું, પરંતુ તેમણે 18 વર્ષની ઉંમરે બ્રહ્મચર્યની દીક્ષા લીધી અને પછી તેનું નામ બ્રહ્મચારી સદાનંદ થઇ ગયું. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી પાસે તેમણે વારાણસીમાં દંડી દીક્ષા લીધી. ત્યારબાદ તેમનું નામ સ્વામી સદાનંદ થઇ ગયું.