ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિદ્યાભરતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર રણછોડનગર ખાતે સ્વદેશી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સ્વદેશી સપ્તાહની ઉજવણી અંતર્ગત શાળાના આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી અને વિદેશી વસ્તુઓનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુને અપનાવવાનો અને આપણા રાષ્ટ્રની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે સૌને સાથે મળીને એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા સ્વદેશી વસ્તુઓ અપનાવવાની હાંકલ કરી હતી.



