નદી, તળાવ, સમુદ્ર કિનારા સહિતના સ્થળોની થશે સફાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા.15 ઓક્ટોબરથી તા.15 ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામા સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂપે 21 ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી છે.
થીમ આધારિત સફાઈના ભાગરૂપે કોડીનાર, તાલાળા, સુત્રાપાડા અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ ઝૂંબેશ વેગવંતી બની છે. જેમાં 21 ઓક્ટોબર સુધી જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઈ હાથ ધરવામાં આવી છે.