ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સઘન સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આયોજનપૂર્વક તાલાલા, કોડીનારના વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને અને વિસ્તારો સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભીમદેવળ અને વલાદર ગામની શાળાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.અને શાળાને સાફ-સફાઈ કરીને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને શાળાને ચોખ્ખી અને સુઘડ બનાવવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને સફાઈ કર્મચારીઓ સંયુક્ત ભાગીદારીથી જોડાઈને સ્વચ્છતા કરવામાં આવી હતી.