સર્વોચ્ચ પેસેન્જર ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવ્યું
G-20 બેઠક અને ક્રિકેટ વર્લ્ડકપના કારણે પેસેન્જર ટ્રાફિકમાં વધારો
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી. ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન સતત ત્રણ દિવસ અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં સૌથી વધુ 42224 મુસાફરોએ અવરજવર કરી હતી. 20મી નવેમ્બરે સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓનો વિક્રમ સર્જાયો હતો. આ સાથે જ 19મી નવેમ્બરના રોજ જટઙઈં એરપોર્ટ પર એક દિવસમાં સૌથી વધુ 359 એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ નોંધાઈ હતી. જેમાં 99 નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ સાથે અત્યાર સુધીની સૌથી વધુ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ્સના રેકોર્ડ સાથે ખાસ રહ્યું હતું. આ અસાધારણ સિદ્ધિઓ જટઙઈં એરપોર્ટ પર સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ્સ અને સુધારાઓનું પરિણામ છે. તે અઅઈં, ઈઈંજઋ, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન્સ અને જટઙઈં એરપોર્ટ ટીમ સહિત એરપોર્ટ સ્ટાફની સમર્પિત અને સખત મહેનતનું પ્રમાણ છે. મુસાફરો માટે આરામદાયક સુવિધાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને સુધારાઓ વિના અશક્ય છે. આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અપગ્રેડ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહ્યું હતું. ડોમેસ્ટિક ટર્મિનલમાં નવા સિક્યુરિટી ચેક એરિયા, 50% વધુ જગ્યા ઉમેરવા, બેસવાની ક્ષમતામાં વધારો અને વધારાના એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર જેવા અનેક પરિચય સાથે વર્ષની શરૂઆત થઈ. સુરક્ષા સાથે ટેક્નોલોજીમાં ઉમેરો કરવા માટે આ વર્ષે નવા ઈ-ગેટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં નવા ડ્રોપ-ઓફ અને પિક-અપ વિસ્તારો વિકસાવવામાં આવ્યા અને સ્થાનિક ટર્મિનલની બહાર મુસાફરોના ઉપયોગ માટે કાર્યરત કરવામાં આવ્યા હતા. અગાઉ મુસાફરોને પિકઅપ અને ડ્રોપ કરવા આવતા સંબંધીઓ અને મિત્રો માટે માત્ર 2 લેન અને મર્યાદિત વિકલ્પો હતા. તે 6 લેન, મોટી પાર્કિંગ જગ્યાઓ, વધુ બેઠક વિસ્તાર અને બહુવિધ રિફ્રેશમેન્ટ વિકલ્પોમાં બદલાઈ ગયા છે. સીમલેસ પેસેન્જર અનુભવને વધારવા વર્ષ-2023 દરમિયાન ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર અને ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર સુવિધાઓ ઉમેરવામાં આવી હતી.