છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટની સાથે 1100થી પણ વધુ નોન -શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટેમા આ વર્ષે નોન -શિડ્યુલ ફ્લાઈટ્સ અને ટઈંઙતની અવરજવરમાં વિક્રમ સર્જ્યો છે. જટઙઈં એરપોર્ટે પર ગત મહિનામાં 1164 નોન-શિડ્યુલ મૂવમેન્ટ ઓપરેટ કરીને નવો રેકોર્ડ સર્જયો છે. જ્યારે એક જ દિવસમાં 32000 પેસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક વટાવ્યો છે.
જટઙઈં એરપોર્ટમા વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે લોકોમા આ પસંદગીનું એરપોર્ટ બન્યુ છે. છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટની સાથે 1100 થી પણ વધુ નોન -શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે. 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીના સમયગાળામાં જટઙઈં એરપોર્ટે 1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ બનાવ્યો છે જેમાં અનેક
ટઈંઙ ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે.
નોન-શિડ્યુલ્ડ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ હિલચાલ માટે ખાસ બનાવેલા નવા જનરલ એવિએશન ટર્મિનલના કારણે નોન-શિડ્યુલ્ડ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
સ્થાનિક સત્તાધીશો અને હિતધારકોનાં સંકલન દ્વારા મુસાફરીમાં બને એટલી સગવડો સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ દ્વારા સંપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં અનેક રાષ્ટ્રીય મહાનુભાવોએ જટઙઈં એરપોર્ટની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને માનનીય વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. જટઙઈં એરપોર્ટની ટીમે સ્થાનિક સત્તાધીશો અને ઈઈંજઋ ના સહયોગથી તેમના સરળ ટ્રાન્સફરની ખાતરી આપી હતી.
- Advertisement -
SVIP એરપોટ્ર ઉદ્યોગો અને દેશના અન્ય મોટા એરપોર્ટ દ્વારા નિર્ધારિત કરેલ ઉચ્ચ ધોરણોની સમકક્ષ છે.