અન્ય કંપનીના લેબલ સાથે તૈયાર કરેલા નકલી ઘીના ડબ્બા ગાયબ થયાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
થાનગઢ ચોટીલા રોડ પર નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાના અનેક અહેવાલો ખાસ ખબર દ્વારા પ્રસિધ્ધ કરાયા હતા જે અહેવાલ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપતા મંગળવારે સાંજે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા થાનગઢ ખાતે ચાલતા નકલી ઘી બનાવવાના કારોબાર પર દરોડા કરાયા હતા આ કારખાનામાં તંત્રે દરોડા કરતા લુઝ ઘી, બટર, પેકિંગ ઘી સહિત કુલ 13 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો હતો પરંતુ તંત્ર દ્વારા પણ દરોડામાં ક્યાંકને ક્યાંક કાચુ કાપ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે જેમાં અંગત સૂત્રોના જણાવ્યા અનુસાર નકલી ઘી ડબ્બામાં ભરી તેમાં અન્ય કામિનીના લેબલ લગાવી રહ્યા ભરમાં આ ઘીનું વેચાણ થતું હતું ત્યારે તંત્રે કરેલા દરોડામાં આ પ્રકારનો લેબલ વાળા ઘીના ડબ્બાનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી ત્યારે શંકા એવી પણ ઉપજે કે જો આ ઘીનો વેપાર થતો હતો તો કઈ કોણીના નામથી ડબ્બા બજારમાં વેચાણ થતા હતા ? તે તરફ પણ તપાસ થવી જોઈએ આ સાથે અગાઉ પણ આ નકલી ઘીના કારોબાર પર દરોડા થયા હતા પરંતુ તે સમયે બેઠા માંડલે પતાવટ થી હોવાની ચર્ચા છે ત્યારે વધુ એક વખત નકલી ઘીના કારોબાર પર તંત્રના દરોડા બાદ જો ખરેખર ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાય તો અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેમ છે.
- Advertisement -
થાનગઢ ખાતે નકલી ઘીની ફેક્ટરી પર તંત્રે દરોડા કર્યા જેમાં માત્ર 13 લાખ રૂપિયાનો ઘી બનાવવાની ચીજ વસ્તુઓ જ હાથ લાગી પરંતુ ખરેખર આ નકલી ઘી તૈયાર થયા બાદ એની એક ગોડાઉનમાં રાખવામાં આવતું હતું તે ગોડાઉન પર પણ તપાસ થાય તો અન્ય કંપનીના લેબલ સાથે તૈયાર થયેલ નક્કી ઘીના ડબ્બા હાથ લાગે તેમ છે અને જો આ ડબ્બા હાથ લાગે તો અન્ય કંપનીના નામનો ઉપયોગ કરી નકલી ઘી પધારવા બદલ ફોજદારી ગુન્હો પણ નોંધાય તેમ છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર નકલી ઘીના કારખાના પર દરોડા પૂર્વે આ કારખાનામાંથી અન્ય કંપનીના લેબલ સાથે ઘીના ડબ્બા ભરેલી આઇશર નીકળી હતી જે આઇશર અને તેમાં રહેલા મોટા પ્રમાણમાં ઘીના ડબ્બાનો પણ ક્યાંક ઉલ્લેખ કર્યો નથી આ સાથે ગોડાઉનની બાજુમાં એક રૂમ આવેલ છે જેમાં પણ તૈયાર કરેલા ઘીના ડબ્બાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો જે દરોડા બાદ મોડી રાત્રે ફેરબદલ કરવામાં આવ્યો છે.
નકલી ઘીના કારોબાર પર તંત્રના દરોડા બાદ ઉપજતા સવાલો
- Advertisement -
(1) ઘી બનાવતી ફેક્ટરીમાં ક્યાં લેબલ સાથે ડબ્બા વેચાણ થતા હતા ?
(2) અત્યાર સુધી ક્યાં ક્યાં સ્થળે ઘીનું વેચાણ થયુ ?
(3) કેટલા વર્ષથી આ નકલી ઘીનો કારોબાર ચાલતો હતો ?
(4) કઈ કંપનીના લેબલ મારીને નકલી ઘી વેપારીઓને પધરાવતા હતા ?