આયુર્વેદીક સીરપ જેવું પ્રવાહી છે જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા: DGP
મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી: SP
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખેડામાં 5 યુવાનોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. વિગતો મુજબ પાન પાર્લર પર મળતા પીણાંને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિરપ મામલે પોલીસને સચેત કરાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે હવે ઉૠઙએ જણાવ્યું છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ખેડામાં પાંચ લોકોના મોત મામલે તપાસ કરી રહી છે. આ તરફ ખેડા જઙએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. ખેડામાં પાંચ લોકોના મોતને લઈ ઉૠઙએ કહ્યું છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આયુર્વેદીક સીરપ જેવું છે જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયું છે. 2 લોકોનુ મૃત્યુ સીરપના કારણે થયું નથી. 2 લોકોને પૂછપરછ થઈ રહી છે. આ સાથે કહ્યું કે, આલ્કોહોલ 12%થી ઓછું હોય તો લાઈસન્સની જરૂર નથી તેવું ફૂડ ડ્રગ્સ વિભાગે કહ્યું હતું. ખેડા જઙએ કહ્યું કે, અચાનક થયેલા મોત બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. બે મૃત્યુ થયા તેમાં એક મહેમદાવાદ અને બગડુ ગામના છે. જઙએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. બિલોદરાના 3 લોકોના મૃત્યુ થયા પણ બિલોદરાના મૃતકના પરિવારે પણ પોલીસને માહિતી આપી ન હતી. મીડિયામાં સમાચાર જાણ્યા બાદ મૃતકના પરિજનો પાસેથી જાણકારી મેળવી હતી. ગતરાત્રે નટુભાઈનું મૃત્યુ થતા પરિજનો ઘરે લઈ જવા માંગતા હતા.
આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેંચાણ
આ સાથે ખેડા જઙએ કહ્યું કે, કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવાઇ છે . આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. કિશન કિરાણા સ્ટોરમાંથી પીણું પીધા બાદ ઘટના થયાની ચર્ચા હતી. ગામમાં મૃત્યુ થયાની ચર્ચા થતા કિરાણા સ્ટોરનો વેપારી ફરાર થયો છે. બિલોદરાનો દુકાનદાર 100 રૂપિયામાં સિરપ લાવી 130માં વેચતો હતો. આ સાથે જઙ એ કહ્યું કે, બિલોદરામાં જેટલા લોકોએ પીણું પીધું છે તેમની તપાસ ચાલુ છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને સિરપ મામલે કરી હતી સચેત?
ખેડામાં 5 યુવાનોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે પાન પાર્લર પર મળતા સિરપ અને પીણાં મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને સિરપ મામલે સચેત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.