ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
માણાવદરના ખાંભલા રોડ પર મામલતદારઅને પુરવઠાની ટીમ દ્વારા તપાસ કરી 12.50 લાખની કિંમતનો ર0 હજાર લિટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં બાયોડીઝલનું વેચાણ થતુ હોવાની અનેક ફરિયાદો છે માણાવદરના ખાંભલા રોડ પર એલડીઓની આડમાં ભેળસેળયુગ પેટ્રોલીયમ પદાર્થનું વેચાથ થતુ હોવાની જાણ થતા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જયાથી રૂા.12.50 લાખની કિંમતનો ર0 હજાર લિટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવતા આ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. તેમાંથી સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા માણાવદરમાં 12.50 લાખનો શંકાસ્પદ બાયોડીઝલ સીઝ
