કલાકો સુધી સર્ચ હાથ ધર્યા બાદ મોડી રાત્રે કથિત ટીમ તોડ કરી ગઈ હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલ જીઆઈડીસીમાં ગાંધીનગરની ટીમનો શંકાસ્પદ દરોડો જોવા મળ્યો હતો. આ દરોડાને શંકાસ્પદ એટલા માટે કહી શકાય કારણ કે જે કારખાનામાં દરોડો થયો તેના સંચાલક કઈક અલગ અને દરોડો કરનાર કથિત ટીમ કઈક અલગ વાત કરી રહી હતી. જોકે કલાકોના સર્ચ બાદ કથિત ગાંધીનગરની ટીમ મોડી રાત્રે પોતાનો મનસૂબો પર પડી ગયા બાદ પોચા પગે નીકળી ગઈ હતી. પરંતુ આ ટીમ ક્યાંથી આવી હતી?, શા માટે આવી હતી ? અને શું કરીને ગઈ ? તે અંગેના પ્રશ્નો ઘૂંટાતા રહસ્યની માફક છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ જીઆઈડીસીમાં ગત શનિવારે સાંજના સમયે એક સરકારી કાર લઈને આવેલી ટીમ દ્વારા જીઆઇડીસીના કહેવાતા સિલિકાના કારખાનામાં સર્ચ હાથ ધર્યું હતું આશરે બેથી અઢી કલાકના સર્ચ કરવા છતાં પણ સ્થાનિક પોલીસ કે અન્ય કોઈ તંત્રને આ સર્ચિંગની કાનોકાન જાણ થવા દીધી ન હતી. જ્યારે ગાંધીનગરથી આવેલી આ કથિત ટીમ બાબતે “ખાસ-ખબર”ને જાણ થઈ ત્યારે જીઆઇડીસી ખાતે જે કારખાનામાં સર્ચ હાથ ધરાયું હતું ત્યાં પહોંચી વિગત મેળવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો જેમાં કારખાનાના ભાગીદાર દ્વારા આવેલી ટીમ ગાંધીનગરથી ફ્લાઇંગ સ્કોવર્ડ હોવાનું અને વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યાનું જણાવ્યું હતું.
જ્યારે સર્ચ કરવા આવેલી ટીમના બે સભ્યોમાંથી એક સભ્યે પોતાની કમર પર પિસ્તોલ લટકાવી હતી અને આ સભ્યે પોતે કારખાનાના માલિક પોતાના સબંધી હોવાથી મુલાકાત માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ કાર સરકારી હોવાથી કર્ણ નંબર પ્લેટ પરથી મળતી માહિતી મુજબ “ઙઘકઈંઈઊ” લખેલી સરકારી બોલેરો કાર એસ.આર.પી ગ્રુપ ગાંધીનગરની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ખાસ ખબર દ્વારા આ અંગે તપાસ કરતા ગાંધીનગરથી આવેલ ફ્લાઈંગ સ્ક્વોર્ડની કથિત ટીમના એક સભ્યની સરનેમ “રાઠોડ” હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ તમામ વચ્ચે શંકાસ્પદ બાબત હતી કે ગાંધીનગરની ટીમ આવી ત્રણેક કલાક જેટલા સમય સુધી સર્ચ કરે છે પરંતુ સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર પિતાની મનસુબો પર પડી ચાલી પણ જાય છે. ત્યારે આ અંગે ગાંધીનગરથી આવેલી આ ટીમ ખરેખર અસલી પોલીસની ટીમ હતી અને અહીં આવ્યા બાદ શું ખેલ ખેલી ગઈ ? તે અંગે તપાસ થવી પણ એટલી જરૂરી છે.



