ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઐતિહાસિક સ્થળ સહીત ગિરનારની ભૂમિમાં આજના આ ઐતિહાસિક અવસરે ગિરનાર પર્વત ઉપરાંત જિલ્લાના 9 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોગને યોગ માધ્યમથી હરાવવા માટે સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેના જ ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાના રોગને પડકાર, સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે સૂર્ય નમસ્કાર કરી, યોગ થકી સ્વસ્થ અને નિરોગી જીવન અપનાવવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો.
ગિરનાર પર્વત સહિત જિલ્લામાં 9 સ્થળ પર સૂર્ય નમસ્કાર મહાભિયાન કાર્યક્રમ યોજાયો
