આશારાખીએ કે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં તમે તમારા પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી સમય પસાર કરી રહ્યા હશો. આપ સ્વસ્થ હશો, સલામત હશો.
ભવ્ય રાવલ
છેલ્લા 1 વર્ષમાં ઘણા લોકોએ પોતાના પરિવારના સદસ્યોને ગુમાવ્યા છે. કોઈ ઘરમાં આધારસ્તંભ તુટ્યો છે તો કોઈ ઘરમાં એમના લાડક્વાયા સંતાનો ખોઈ બેઠા છે. ક્યારેય પણ કલ્પના ન કરી હોય એવી કપરી પરિસ્થિતિ માંથી આપણે સહુ પસાર થઈ રહ્યા છીએ. આજે આપણે સૌ સાથે મળીને કોઇપણ પ્રકારના ઊંચ-નીચ ના જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર આ મહામારી માંથી આઝાદ થશું. હાલની સ્થિતિમાં Social Distance રાખવાનું છે પરંતુ Socially Disconnect નથી થવાનું.
સેવા વિશે કહેવાયું છે કે…સેવા કરો તો તન, મન અથવા ધન થી કરો. વાસ્તવમાં સેવાનો ભાવાર્થ સમર્પણની ભાવના સાથે તમારી પાસે જે કંઈપણ છે; જેટલું પણ છે, તેમાંથી આપો અને આપતા રહો. તમે જે આપી શકો તે આપો. આપવા માટે દરેક સક્ષમ છે. જયારે પણ અર્પણ કરો ત્યારે સમર્પણ ની ભાવના સાથે કરો.
- Advertisement -
ખાસ ખબર તરફથી આપ સર્વેને નમ્ર અપીલ છે, કોરોના વાયરસને જે લોકોએ મ્હાત આપી છે. એ લોકો જાગૃત બને અને અન્ય કોરોનાગ્રસ્ત લોકોને બચાવે. ટૂંકમાં એટલુ જ કે જે બચી ગયા છે એ બીજાને બચાવે. Those who survived, save others
લોકડાઉનની જરૂર નથી, આપણે સહુએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને જાગૃત થવાની જરૂર છે. પૂરેપૂરી સભાનતા અને સંવેદનાઓ સાથે આ સમયમાં ઉમદા કાર્યો કરી, બને એટલી વહેલી તકે આ મહામારી માંથી મુક્ત થવાનું છે.
18 થી 60 વર્ષની ઉમરના લોકો પ્લાઝમા આપી શકે
પ્લાઝમા આપવા ઈચ્છુક વ્યક્તિ કોરોના વાયરસ ચેપથી સાજા થયેલા હોવા જોઈએ. કોરોના વાયરસના ચેપ માંથી સાજા થયા પછી ઓછામાં ઓછા 28 દિવસ થયા હોવા જરૂરી છે. ત્યારબાદ દર 15 દિવસે એ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. (વેક્સીન લીધેલ વ્યક્તિઓ પ્લાઝમા ડોનેટ કરી શકે નહી) પુરતી સલામતી સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. એક સમયે એક જ કીટ વપરાય છે એનો ફરી ક્યારેય ઉપયોગ થતો નથી. પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ સર્જાવાની શક્યતાઓ નહીવત છે. પ્લાઝમાને એકત્રિત કરી બારકોડથી યુનિક નંબર આપી -30ઓ સેલ્સિયસ તાપમાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ કરવામાં આવે છે. અને કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિથી પીડાતા હોય એ દર્દીને જરૂરી તપાસ બાદ પ્લાઝ્માની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેથી કરીને એ ગંભીર પરિસ્થિતિવાળા દર્દીનું જીવન બચી શકે.. રાજકોટ માં રહેતા યુવા શિક્ષક દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવેલ છે. કોરોનાની બીજી લહેરનો કહેર દેશભર માં જોવા મળી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસનો આંક વધી રહ્યો છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ સારવાર માટે હેરાન થઈ રહ્યા છે. આ બીજી લહેરમાં કોરોનાથી મૃત્યુનો આંક પણ વધ્યો છે. ત્યારે જો કોરોનાને માત આપનાર લોકો આગળ આવશે તો ઘણા કોરોનાગ્રસ્ત લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય. કોરોનાથી સાજા થનાર લોકો પ્લાઝમા ડોનેટ કરીને અન્યનો જીવ બચાવી શકે છે. આવુજ એક શ્રેષ્ઠ અને ઉમદા કાર્ય કરતા રાજકોટના યુવા શિક્ષક કે જેમણે 8 વખત પ્લાઝમા નું દાન કરેલ છે. વ્રજભૂમિ પબ્લિક સ્કૂલમાં ડેપ્યુટી પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા સાગરભાઈ ચૌહાણ દ્વારા લાઈફ બ્લડ સેન્ટર – રાજકોટ ખાતે તારીખ : 21-04-2021 ના રોજ 8મી વખત પ્લાઝ્માનું દાન કરવામાં આવ્યું છે. શહેર માં દરરોજ 50 જેટલા પ્લાઝમા યુનિટ ની જરૂરિયાત રહે છે. પ્લાઝમા દાન કરી અન્યને મદદરૂપ થવા અનુરોધ. તો આપણાંમાં જાગૃતતા લાવીએ અને આપણે બચી ગયા છીએ તો બીજાનું જીવન પણ બચાવીએ.
- Advertisement -
“કોરોના મુક્ત ભારત” – આ સપનું, ખુબજ જલ્દી સાકાર થશે. સાગર ચૌહાણ, ડેપ્યુટી પ્રિન્સીપાલ, વ્રજભૂમિ પબ્લિક સ્કૂલ – રાજકોટ મો. 7405404011
Facebook: https://www.facebook.com/sagar.farishta
Instagram: http://instagram.com/sagar.farishta
Youtube: https://youtube.com/ezygot – પ્લાઝમા ડોનેશનની સમગ્ર માહિતી આપતો વિડીયો અવશ્ય જોશો. ધન્યવાદ!
શું છે પ્લાઝમા ડોનેશન?
એક ખૂબ જ સરળ પદ્ધતિ નો ઉપયોગ કરીને જે લોકોએ કોરોના ને હરાવ્યો છે તે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરી શકે છે. આ પધ્ધતિ નું નામ કોવિડ-19 કોન્વ્લ્સન્ટ પ્લાઝ્મા COVID-19 Convalescent Plasma (CCP) થેરાપી છે.
મુખ્યત્વે આપણા શરીરમાં પાંચ થી છ લીટર જેટલું રુધિર હોય છે. આ રુધિરમાં 55% પ્લાઝમા ઘટક હોય છે (જે રક્તનો મૂળભૂત ઘટક છે.) અને બાકીના 45% રુધિર કોશો આવેલા હોય છે. જેમાં રેડ બ્લડ સેલ, વ્હાઈટ બ્લડ સેલ અને પ્લેટલેટ્નો સમાવેશ થાય છે. પ્લાઝમા માં 92% પાણી હોય છે અને બાકીના 8% માં સોલીડ ઘટકો હોય છે. જેમાં સૌપ્રથમ પ્રોટીન આલ્બ્યુમીન, ગ્લોબ્યુલીન, ક્લોટીંગ ફેક્ટર, એન્ટીબોડી, ઉત્સેચકો, હોર્મોન્સ, સુગર અને ફેટ પાર્ટીકલ હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ ને કોરોના વાયરસનો ચેપ લાગે ત્યારે એ વ્યક્તિના શરીરમાં એ રોગ સામે રક્ષણ આપવા માટે એન્ટીબોડી બને છે. સારું સ્વાસ્થ્ય હોય એ વ્યકિત માં પૂરતા એન્ટીબોડી બની કોવિડ-19 રોગ સામે શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે, પરંતુ અમુક મોટી ઉંમરના અને નબળું સ્વાસ્થ્ય ધરાવતા વ્યક્તિ માં પૂરતા એન્ટીબોડી બની શકતા નથી.
તો કોરોના વાયરસની સામે બનેલા એન્ટીબોડીને કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર માટે આપવાની પદ્ધતિ એટલે પ્લાઝ્મા થેરાપી કહેવાય છે. કોવિડ-19 ચેપથી સાજા થયેલા વ્યક્તિમાંથી એફેરેસીસ પદ્ધતિ (વૈજ્ઞાનિક રીતે શરીરની બહાર રક્તની પ્રક્રિયા કરીને જરૂરી રક્ત ઘટક મેળવવું) દ્વારા એન્ટીબોડી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા અંદાજીત સરેરાશ 40 થી 60 મિનીટનો સમય જોઈએ. એન્ટીબોડી મેળવતા પહેલા જરૂરી પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ એ એન્ટીબોડી જરૂરિયાતમંદ દર્દીમાં બ્લડ ગ્રુપ સરખાવી દાખલ કરવામાં આવે છે. આ રીતે એન્ટીબોડી વાળા પ્લાઝ્મામાંથી કોવિડ-19 દર્દી ને વાયરસ મુક્ત કરી શકાય છે.
ખાસ નોંધ:
1 પ્રથમ એક – બે કલાક માટે મોઢું સુકાતું હોય એવો અનુભવ થાય છે. તેમજ પ્લાઝમા આપ્યા પછીના 2 દિવસ સામાન્ય રીતે હોઠ સુકાય એવું બની શકે. (દરેક કેસમાં આવું બને એવું જરૂરી નથી તેમજ આ કોઈ ગંભીર વાત નથી)
2 પ્લાઝ્મા આપ્યા પછીના દિવસ તીખું અને તળેલું ખાવાનું ટાળવું.
3 જે દિવસે પલાઝમાં આપો એજ દિવસે શરીરને 3 થી 4 લીટર પાણી પૂરું પાડવું.
4 પ્લાઝ્મા આપવા જાઓ ત્યારે પૂરતો સમતોલ આહાર આરોગીને જવું.
5 જે કોરોનાગ્રસ્ત નથી થયા અને ફક્ત વેકસીન લીધેલ છે એ પલાઝમાં ન આપી શકે.
6 અન્ય કોઈ જૂની બીમારી થી પીડાતા હોય એ લોકો પ્લાઝ્મા ન આપી શકે જેમ કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર…
7 કોરોના વાયરસ માંથી મુક્ત થયા હોય અને જો વેક્સીન લીધેલ હોય તો, વેક્સીન આપ્યા પછીના 28 દિવસે એ પ્લાઝમા નું દાન કરી શકે.
8 પ્લાઝમા આપ્યા પહેલા કે આપ્યા પછીની 24 કલાકમાં નિકોટીન / આલ્કોહોલ યુક્ત પદાર્થોનું સેવન ન કરવું.