રાજકોટ મહાપાલિકામાં કર્મચારીઓની હાજરી સહિત વિવિધ બાબતોની ચકાસણી માટે મ્યુ. કમિશનરે આજે વોર્ડ ઓફિસ અને વેસ્ટ ઝોનમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. જેમાં બે કર્મચારીઓને ગેરહાજરી બદલ નોટિસ અપાઈ હતી. મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા આજે સવારે ઓફિસના કામકાજના સમય દરમ્યાન એકાએક વોર્ડ નં.11ની વોર્ડ ઓફિસે પહોંચ્યા હતા. આ બાદ વેસ્ટ ઝોન ઓફિસ અને નાના મવા આરોગ્ય કેન્દ્ર (યુએચસી) ખાતે પણ કર્મચારીઓની હાજરી અંગે સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું. જેમાં તેમણે સ્ટાફના સેટઅપ હાજરી અને હાજરી પૂરાવ્યા બાદ જગ્યા પર નહીં રહેલા કર્મચારીઓ અંગે માહિતી લીધી હતી. જેમાં વોટર વર્કસના ઇજનેર હર્ષદ પરમાર તથા ટીપી વિભાગના કલાર્ક જયોત્સનાબેન ડોબરીયા કામ પર હાજર ન હોવાનું લાગતા તેઓને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી.
મહાપાલિકા કમિશનરની સરપ્રાઈઝ વિઝિટ, બે કર્મીઓ જગ્યા પર હાજર ન રહેતા નોટિસ

You Might Also Like
Follow US
Find US on Social Medias