આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 11,903 થઈ ગયા.
ભારતમાં દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,151 નવા કેસ નોંધાયા છે, જે પાંચ મહિનામાં સૌથી વધુ એક દિવસીય ઉછાળો દર્શાવે છે.
- Advertisement -
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 11,903 થઈ ગયા છે, જ્યારે ગત દિવસમાં વધુ ચાર મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક 5,30,848 પર પહોંચી ગયો છે. દૈનિક હકારાત્મકતા દર 1.51% છે.