સામાન્ય તાવના 67, ઝાડા-ઉલટીના 209, મેલેરિયાનો 1, ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં મા આદ્યશક્તિની આરાધનામાં ભાવિકો ઓળઘોળ થયા છે ત્યારે નાના બાળકો, યુવાનથી લઈ મોટેરાઓ રોજ રાત્રે મોડે સુધી અર્વાચીન રાસોત્સવમાં ગરબે રમતા હોય છે. નવરાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓ રાત્રે મોડે સુધી ગરમા રમે છે, ગરબા રમ્યા બાદ રાત્રે બહાર ખાણીપીણી માણે છે, ઉજાગરા થાય છે, થાક લાગે છે જેના પરિણામે તાજેતરમાં જ વાઈરલ ઇન્ફેક્શનના કિસ્સા વધ્યા છે ત્યારે એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 805 કેસ, સામાન્ય તાવના 67, ઝાડા-ઉલટીના 209, મેલેરિયાનો 1, ડેન્ગ્યુના 10 અને ચીકનગુનિયાનો એક કેસ, ટાઈફોઈડના 2 કેસ નોંધાયા છે. શહેરમાં રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીની બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેના કારણે લોકોમાં વાઇરલ ઇન્ફેક્શન થવાના કિસ્સા વધી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો, નાના-મોટા દવાખાનામાં પણ દરરોજ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – 115 દ્વારા તા.16/10/23 થી તા.22/10/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 95,161 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી હતી. તથા 3671 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલી છે.
ડેન્યુફોલે રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 704 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂતલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેસીક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 360 અને કોર્મશિયલ 123 આસામીને નોટિસ તથા 40 આસામી પાસેથી 39300 નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવ્યો છે.