જેગડવા ગામેથી JCB જ્યારે હરીપર ગામ નજીકથી ડમ્5ર ઝડપાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર ખનનના કારોબાર સામે હવે ખાણ ખનિજ વિભાગ સફાળુ જાગ્યું છે. જેમાં એક જ દિવસમાં સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગના સ્ટાફ દ્વારા જેગડવા ગામેથી જેસીબી તથા હરીપર ગામ નજીકથી ડમ્ફર ઝડપી લીધું છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ધ્રાંગધ્રા પંથકમાં ખનિજ ખનન તથા વહન પર બુધવારે દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ખાણ ખનિજ વિભાગના ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા જેગડવા ગામે સીમ વિસ્તારમાં પથ્થરનું ખનન કરતા એક જેસીબી ઝડપી લીધું હતું જ્યારે વધુ એક દરોડો હરીપર ગામ નજીકથી ખનિજનું રોયલ્ટી કરતા વધુ ઓવરલોડ ભરીને નીકળતા ડમ્ફરને ઝડપી લઇ બંને વાહનોને જપ્ત કરી વાહનોના માલિક સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.



