યોગેન્દ્ર ઉર્ફે બકરા સહિત કુલ ત્રણને કસ્ટડીમાં લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં મહિલાઓ, સરકતી અધિકારી અને કર્મચારી સહિતનાઓ વીડિયો ઈન્ટાગ્રામમાં અપલોડ કરી બદનામી કરતા યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી દ્વારા અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના એક પોલીસ કર્મચારી વિરુધ વિડિયો પોસ્ટ કરી વીડિયો ડિલીટ કરવાની ખંડણી માંગી હતી જે મુદ્દે યોગેન્દ્ર ઉર્ફે બકરા વિરુધ ગુન્હો પણ નોંધાયો હતો આ ખંડણી માનતા શખ્સને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વીડિયો અપલોડ કરતા તેને માહિતી પૂરી પાડનાર ઇસમોની તપાસ હાથ ધરાઇ હતી જેમાં યોગેન્દ્ર ઉર્ફે બકરાને ઝડપી તેના મોબાઈલમાંથી કેટલાક શખ્સોને ઓળખ કરતા કેટલાક શખ્સો બકરા ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું આ સભ્યોમાં બે દિવસ પૂર્વે સાત જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને બાકીના વધુ બે શખ્સોને પણ ઝડપી લીધા હતા જે શખ્સોમાં અસગર રસુલભાઈ કટીયા, જયદીપ ઉર્ફે ગુરુ મહેશભાઈ વાઘેલા તથા ખુદ યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પોલીસે કસ્ટડીમાં લઈ તમામ વિરુધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



