ચાઈનીઝ દોરીનો જથ્થો પાટડીથી લાવી રતનપર મિત્રને વેચાણ માટે આપવાનું જણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ઉતરાયણનો તહેવાર નજીક આવતા પતંગ રસિયાઓ ચાઈનીઝ દોરીનો માંગ કરતા હોય છે આ ઘટક દોરી અનેકોના જીવો પર જોખમ ઊભું કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ સદંતર બંધ કરવા પોલીસ પણ ચપટી નજર રાખી રહી છે તેવામાં જોરાવરનગર પોલીસ મથકના સ્ટાફને કરણગઢ ગામના પાટિયા નજીક એક શખ્સ ચાઈનીઝ દોરી સાથે હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી ભાવેશ ચંદુભાઈ પાટડિયા રહે: 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર વાળાને ચાઇનીઝ દોરીના રીલ નંગ 96 કિંમત 9600/-રૂપિયા સાથે ઝડપી લઇ પ્રાથમિક પૂછપરછમાં પોતે રતનપર ખાતે રહેતા પોતાના મિત્ર તરુણભાઈ કોળીના વેચાણ માટે પાટડી ખાતે અનિલકુમાર ઠક્કર પાસેથી લઈને આવ્યો હોવાનું જણાવતા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.