વિદેશી દારૂની 6660 બોટલ સહિત કુલ 93.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અને કચ્છ અમદાવાદ હાઇવે વિદેશી દારૂ સૌરાષ્ટ્રમાં ઘુસાડવા માટેનો પ્રવેશ દ્વારા ગણવામાં આવે છે ત્યારે વારંવાર અહિ બંને હકાર પરથી વિદેશી દારૂનો મોટા પ્રાણમાં જથ્થો ઝડપાય છે તેવામાં ફરી એક વખત રાજકોટ અમદાવાદ હાઇવે પર પાણશીણા નજીક જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ટીમના સંયુક્ત સ્ટાફે ક્ધટેનરમાં ચોરખાનું બનાવી ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.
- Advertisement -
વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને રાજકોટ અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી ક્ધટેનર નિકળવાનું હોવા અંગેની ચોક્કસ બાતમી મળતા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, આર.એચ.ઝાલા, પ્રવીણભાઈ, કૃષ્ણસિંહ, વાજાભાઈ, મેહુલભાઈ સહિતના સ્ટાફ દ્વારા પાણશીણા ગામ નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન આર જે 19 જી બી 9197 નંબરનો ક્ધટેનર નીકળતા તેને અટકાવી તપાસ કરતા અંદર ચોરખાનું બનાવેલું હોય જેમાંથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ 6660 નંગ 83,50,800/- રૂપિયાની જપ્ત કરી ટ્રક ચાલક ગોસાઇરામ મગારામ સીયાગ જાટ રહે: બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડી તેની પાસેથી ટ્રક કિંમત દશ લાખ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત દશ હજાર એમ કુલ મળી 93,60,800/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ સહિત વિદેશી દારૂ ટ્રકમાં ભરી આપનાર દેવારામ માલારામ સારણ, વિદેશી દારૂ ટ્રકમાં ભરી ટ્રક ચાલકને સોંપનાર શખ્સ, વિદેશી દારૂ મંગાવનાર, ટ્રક ચાલક તથા રાહુલભાઇ નામનો ઇશમ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.