હિન્દુ સંસ્થા દ્વારા આવેદન આપી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ દરેક ગેરકાયદેસર મંદિરોને તોડી પાડવાનો આદેશ આપતા સરકાર સામે ઠેર ઠેર વિરૂદ્ધ ફતો નીકળ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ નિર્ણયનો વિરોધ કરતા હિન્દુ સંગઠન દ્વારા આવેદન પત્ર આપ્યું હતું.
જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા એકઠા થઈ કોર્ટના આ નિર્ણયને વખોડતા જણાવ્યું હતું કે કોર્ટના નિર્ણયનો સુરેન્દ્રનગર જિલ્લામાં લાગી કરવામાં આવશે તો જિલ્લાના કેટલાક 150 જેટલા પ્રખ્યાત મંદિરોને નુકશાન થશે સાથે જ હિન્દુ લોકોની આસ્થાને પણ ઠેસ પહોચે તેમ છે જેથી કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરતા હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા કલેકટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.