માલવણથી દસાડા વચ્ચે રોડનું કામ પૂરજોશમાં; પાટડીમાં રૂ.12 કરોડના ખર્ચે અત્યાધુનિક ઙચઈ કોંક્રિટ રોડનું નિર્માણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ગુજરાત સરકાર રાજ્યના માર્ગોને સુવિધાયુક્ત અને આધુનિક બનાવવાના ધ્યેય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ-19 પર મોટો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. આશરે ₹225 કરોડના ખર્ચે દૂધરેજ – વણા – માલવણ – પાટડી – દસાડા – બેચરાજી રોડને ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે આર્થિક વિકાસને વેગ આપશે.
હાલમાં, આ પ્રોજેક્ટનો મુખ્ય ભાગ એટલે કે માલવણથી દસાડા સુધી (43/0 કિમીથી 77/0 કિમી) ફોરલેન રોડનું કામ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. માર્ગ નિર્માણમાં ગુણવત્તાના ધોરણો જળવાય તે માટે ઓપન ગ્રેડેડ લેયર (ઘૠક) બેડ તૈયાર કરવાની અને સબગ્રેડ રોલિંગની કામગીરી ચાલી રહી છે. ગુણવત્તા નિયંત્રણ માટે એમ્બેન્કમેન્ટ ટોપ પર ફિલ્ડ ડેન્સિટી ડેટા ચેકિંગ પણ સતત કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, આ પ્રોજેક્ટના ભાગરૂપે પાટડી અને જૈનાબાદ વચ્ચે ₹16 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજનું નિર્માણ પણ થઈ
રહ્યું છે.
શહેરી માળખાને સુદ્રઢ બનાવવાના હેતુથી, પાટડી શહેરમાં ₹12 કરોડના ખર્ચે અત્યાધુનિક પેવમેન્ટ ક્વોલિટી કોંક્રિટ (ઙચઈ) રોડની કામગીરી કરવામાં આવી રહી છે. ઙચઈ રોડ તેની લાંબી આયુષ્ય અને ઓછા જાળવણી ખર્ચને કારણે શહેરના રહેવાસીઓ અને લાંબા અંતરના પ્રવાસીઓ માટે સલામત સાબિત થશે.



