અનેક ગુનેગારો ગાયબ : માથાભારે તત્વોમાં ખૌફ : ગુનેગારોને તડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
ગુજરાત રાજ્ય પોલીસ વડાના ફરમાન બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 100 કલાકમાં જિલ્લાભરમાં ગંભીર ગુનાઓ સાથે સંડોવાયેલા 1,160 ગુનેગારોની યાદી તૈયાર કરી ઘેર, હાલના ધંધાના સ્થળે રૂબરૂ જઈ તપાસ શરુ કરતા અનેક ગુનેગારો ગાયબ થઈ ગયા છે. પરંતુ પોલીસે ગેરકાયદેસર વીજ જોડાણ, ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી લઈ તપાસ ચાલુ રાખતા માથાભારે તત્વોમાં ખૌફની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ્ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરતા ગુનેગારો સામે લાચારી અનુભવતા સામાન્ય લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ્ પોલીસે ગંભીર ગુનાવાળા શખ્સો સામે પાસા, તડીપાર સહિતની કડક કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી શરૂૂ કરતા આવા તત્વોમાં દોડધામ મચી ગઈ છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ડીજીપીએ રાજ્યભરમાં જે તે જિલ્લા તેમજ શહેરી વિસ્તારોના પોલીસ મથકોને 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવાના આદેશ કરતાની સાથે જ સુરેન્દ્રનગર ડીઆઈજી.રાજેન્દ્ર પટેલ દ્વારા ચારે તરફ્ તપાસ શરુ કરી દેવાઈ છે. સૌપ્રથમ જિલ્લાભરના ખંડણી, શરીર સંબંધી ગુના, વ્યાજખોરી, લોકોમાં ધાક જમાવવાનો પ્રયાસ, ગેરકાયદેસર ખનીજ ચોરી, ફયરીંગ સહિતની ગુનાહિત પ્રવૃતીઓ સાથે સંકળાયેલા ગુના નોંધાયેલા શખ્સોના ઘરની તપાસ પીજીવીસીએલની ટીમને સાથે રાખી વીજ જોડાણની તપાસ,કાગળોની ખરાઈ કરી સરકારી કે અન્ય જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કર્યાની ખરાઈ સહિતની કામગીરી શરુ કરી વીજ જોડાણ કાપી દંડ ફ્ટકારવાની પણ પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી કરાઈ રહી છે.
1160 ગુનેગારોમાંથી ગંભીર ગુના વાળા શખ્સો સામે પાસા તડીપારની દરખાસ્ત કરવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. એસપી ગીરીશ પંડયાએ વિવિધ જગ્યાએ પોલીસ સ્ટાફની ટીમ સાથે રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. ત્યારે જુદાં જુદાં હાઈવે ઉપરથી 71 જેટલા ગેરકાયદેસર ખનીજ ચોરી વહન કરતા 71 ડમ્પર ઝડપી ડીટેઇન કરી દેવાયા હતા. સાથે એસપી દ્વારા ખાણ ખનીજ વિભાગને ખનીજ ચોરીની ફરિયાદ થયેલા શખ્સોની વિગતો આપી એમના સ્થળની તપાસ કરવા લેખિત જાણ કરી દરેક પોલીસ સ્ટેશનને બંદોબસ્ત ફળવવા પણ આદેશ આપ્યો છે.
- Advertisement -
પોલીસ લોકોની મદદ કરશે, બસ જાણ કરો : રેન્જ IG
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જણાવેલ કે કોઈ લોકોને મદદની જરૂૂર પડેતો તાત્કાલિક તેમનો કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા કે ક્ધટ્રોલરૂૂમનો તાત્કાલિક સંપર્ક કરવો. પોલીસ તાત્કાલિક લોકોની મદદ કરશે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લીમડી ડિવિઝનના 90 આરોપીઓને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરી હાલની કામગીરીની વિગતો એકત્ર કરી ગુનેગારો ઉપર કાયદાનો સકંજો કસ્યો હતો.



