બોટાદના ઢસા ખાતેથી પરત ફરતી વેળાએ પોલીસે માર મારી રૂ.10 હજાર પડાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની ઉમરડા સીટ પર બિન હતિદ ચૂંટાયેલા યુવરાજસિંહ અજીતસિંહ પરમાર બોટાદના ઢસા ખાતે કપાસિય ખરીદી કરી પરત ફરતા હતા તે સમયે ગઢડા ખાતે પહોચતા રોડની સાઈડમાં ઉભેલા કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત સભ્યની કારને અટકાવી પુરાવા માંગી રૂ.500નો હાજર મેમો આપી રૂપિયા 10 હજાર પડાવ્યા હતા જ્યારે સભ્ય પોલીસ સામે પ્રતિકાર કરતા પોલીસ કર્મચારી દ્વારા માટે મારવામાં આવ્યો હતો જેથી સભ્ય યુવરાજસિંહ ત્યાંથી નીકળી ગયા હતા અને બાદમાં મૂળી પોતાના ઘરે આવી પોલીસે માર મરેલ હોવાથી શરીરે દુખાવો થતાં સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવાર અર્થે જઈ બોટાદ એસ.પી અને રેન્જ આઇ.જી સુધી લેખિત રજૂઆત કરતા પોલીસની ઓળખ પરેડ કરી કડક કાર્યવાહીની માંગ કરાઇ છે.