લખતર, લીમડી અને સુરેન્દ્રનગર B ડિવિઝન ખાતે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી જાહેરનામાના ભંગ બદલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો જેમાં લખતર શહેરના આથમણા દરવાજા નજીકથી ભાવેશભાઈ નટવરભાઈ બારોલિયા પોતાના હાથમાં લોખંડનો પાઇપ લઈ નીકળતા તેને અટકાવી લખતર પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જ્યારે લીંબડી ગ્રીનચોક ખાતે સ્થાનિક પોલીસ વાહન ચેકિંગમાં હોય તેવા સમયે જીજે 23 સી ડી 7307 નંબરની કારને અટકાવી તપાસ કરતા તેનાથી લાકડાનો ધોકો મળી આવતા કાર ચાલક કૃષ્ણદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને અટકાવી લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો આ તરફ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઉપાસના સર્કલ પાસેથી દિનેશભાઇ દેવજીભાઈ રુદાતલાને અટકાવી અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી છરી મળી આવતા શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.