ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને ચોરી કરતી કુખ્યાત ગેંગના સભ્યને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં બે વર્ષ પૂર્વે લીંબડી ખાતે ચોરીની ઘટનામાં પોલોક મથકે ગુન્હો નોંધાયો હતો આ ચોરીને અંજામ આપનાર મઘ્યપ્રદેશની કુખ્યાત કંઝર ગેંગ હોવાનું સામે આવ્યું હતું. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા કુખ્યાત કંઝર ગેંગના સભ્યોને ઝડપી લેવા માટે સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન આ મઘ્યપ્રદેશની કુખ્યાત ગેંગનો સભ્ય ઓમપ્રકાશ કાલુરામ મહેશ્વરી હાલ ભરૂચ જિલ્લાના ભેશલીગામ વિસ્તારના કારખાના ખાતે કામ કરતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, સંજયભાઈ પાઠક સહિતના સ્ટાફે ભરૂચ ખાતે જઈ ગેંગના સભ્યને ઝડપી પાડી લીંબડી પોલીસ મથકે સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા LCB દ્વારા મઘ્યપ્રદેશની કુખ્યાત કંઝર ગેંગનાં સભ્યને ઝડપી લીધો
