સુરેન્દ્રનગર ના વઢવાણ પો.સ્ટે.નો ઇંગ્લીશદારૂના ગુન્હાનો છેલ્લા બે વર્ષથી ફરાર લીસ્ટેડનાસતો ફરતો આરોપીને મુન્દ્રા ( કચ્છ ) થી દબોચી લેવામાં આવ્યો.
સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને જીલ્લામાં વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એસ.એસ.વરૂ ને સુચના આપેલ હોય જે સુચના આધારે પેરોલ ફર્લો સક્વોડના ASI મહિપતસિંહ ભગવતસિંહ તથા HC ગુલામરસુલ કાસમભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે છેલ્લા બે વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી મયારામ ગણપતરામ રામાનુજ જાતે બાવાજી ઉવ ૪૫ રહે . ઝાંપોદડ , તા.વઢવાણ જી . સુરેન્દ્રનગર હાલ રહે . મુન્દ્રા ( કચ્છ ) ,જશોદાનગર ,બારોય રોડ , જી.ભુજ વાળાને મુન્દ્રા ( કચ્છ ) ખાતેથી પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહીં સારૂ મજકુર આરોપીનો કબજો વઢવાણ પો.સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .
- Advertisement -
દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર


