બોર્ડનું પરિણામ 83.08%, સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 85.63%
જિલ્લામાં સૌથી વધુ માલવણ કેન્દ્રનું 97.40% પરિણામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી/માર્ચ-2025નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 13,810 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષની સરખામણીએ વધારા સાથે જિલ્લાનું પરિણામ 85.63% આવ્યું છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 83.83% નોંધાયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ 10 ના કુલ 16,441 વિદ્યાર્થીઓમાંથી 16,128 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 625 વિદ્યાર્થીઓ અ1, 1944 વિદ્યાર્થીઓ અ2, 2843 વિદ્યાર્થીઓ ઇ1, 3498 વિદ્યાર્થીઓ ઇ2, 3262 વિદ્યાર્થીઓ ઈ1, 1558 વિદ્યાર્થીઓ ઈ2, 80 વિદ્યાર્થીઓ ઉ ગ્રેડમાં સાથે પાસીંગ માર્ક સહિતના એમ કુલ 13,810 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધ્રાંગધ્રા કેન્દ્ર પર 1127 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 934
વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ કેન્દ્રનું પરિણામ 82.87% આવ્યું છે. લીંબડીમાં 1346 વિદ્યાર્થીઓમાંથી 1141 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 84.77%, સુરેન્દ્રનગરમાં 3048 વિદ્યાર્થીઓમાંથી 2847 પાસ થઈ 93.41%, વઢવાણમાં 1997 વિદ્યાર્થીઓમાંથી 1763 વિદ્યાર્થીઓ પાસ થઈ 88.28%, પાટડીમાંથી 1062 વિદ્યાર્થીઓમાંથી 928 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 87.38%, વણા કેન્દ્રમાં 165 વિદ્યાર્થીઓમાંથી 121 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 73.33%, થાનગઢ કેન્દ્રમાંથી 634 વિદ્યાર્થીઓમાંથી 422 વિદ્યાર્થીઓ પાસ થઈ 66.56% પરિણામ મેળવ્યું હતું.
મુળી કેન્દ્રમાંથી 444 વિદ્યાર્થીઓમાંથી 368 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 82.88%, સાયલા કેન્દ્ર પરથી 802 વિદ્યાર્થીમાંથી 637 વિદ્યાર્થીઓ પાસ થતા 79.43% , લખતર કેન્દ્ર પરથી 479 વિદ્યાર્થીઓમાંથી 408 વિદ્યાર્થીઓ પાસ થતા 85.18%, ચુડા કેન્દ્ર પરથી 526 વિદ્યાર્થીઓમાંથી 412 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 78.33%, ચોટીલા કેન્દ્ર પરથી 1446 વિદ્યાર્થીઓમાંથી 1212 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 83.82%, માલવણ કેન્દ્ર પરથી 385 વિદ્યાર્થીઓમાંથી 375 વિદ્યાર્થીઓ પાસ થઈ 97.40% સાથે જિલ્લામાં સૌથી વધુ પરિણામ મેળવ્યું છે.
રાજસીતાપુર કેન્દ્રના 526 વિદ્યાર્થીઓમાંથી 462 વિદ્યાર્થીઓ પાસ થતાં 87.83%, ઝીંઝુવાડા કેન્દ્રના 208 વિદ્યાર્થીઓમાંથી 113 વિદ્યાર્થીઓ પાસ સાથે સૌથી ઓછું પરિણામ 54.33% આવ્યું છે. સરા કેન્દ્રના 346 વિદ્યાર્થીઓમાંથી 272 ઉત્તીર્ણ થતાં 78.61%, ખોલડીયાદ કેન્દ્રના 330 માંથી 314 વિદ્યાર્થીઓ 95.15% અને ધજાળા કેન્દ્રના 281 વિદ્યાર્થીઓમાંથી 267 ઉત્તીર્ણ થતા 95.02%, સોલડી કેન્દ્રના 462 વિદ્યાર્થીઓમાંથી 405 વિદ્યાર્થીઓ પાસ થતા 87.66%, શિયાણી કેન્દ્રના 236 વિદ્યાર્થીઓમાંથી 195 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ 82.63% પરિણામ 82.87% આવ્યું છે.



