સુરતની આંચલે પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડમેડલ જીત્યા
આંચલ જરીવાળાએ 50 કિલો વેઇટની કેટેગરીમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં સમગ્ર દેશમાં સુરતની આચલ (સિમી) 3 મેડલ મેળવતા સુરતનું ગર્વ જાળવી રાખ્યું. સુરતની ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાળાએ નેશનલ પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં 50 કિલો વેઇટની કેટેગરીમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં સમગ્ર દેશમાં સુરતની આંચલ (સિમી)એ 3 મેડલ મેળવતા સુરતનું ગર્વ જાળવી રાખ્યું છે. આ સ્પર્ધામાં 26 રાજ્યોના 300 ખેલાડી ભાગ લીધો હતો. આંચલે દેશની નારી શક્તિ ને પણ એક મેસેજ આપ્યો હતો. તમારી પાસે ફક્ત પ્રેમ અને સન્માનની જ અપેક્ષા રાખીએ છીએ હું દીકરી તરીકે જન્મી હતી અને 13 વર્ષની ઉંમરે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી સાથે જોડાઈ. મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણું છું.