આધારકાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ
મુસ્લિમને વ્યક્તિને હિન્દુ નામ રખાયાનો ઘટસ્ફોટ
બાંગ્લાદેશી મુસ્લિમને બનાવ્યો ભારતીય નાગરિક
સ્માર્ટ સિટી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે સુરતમાં 3000 આપીને આધારકાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ પર્દાફાશ થયા હડકંપ મચી ગયો છે, સમગ્ર માલમે તંત્રને ધ્યાને આવતા તંત્રના અધિકારીઓનો ભાગદોડ મચી ગઈ છે, મહત્વનું છે કે બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધાર બનાવી આપ્યાનો ચૌકાવનારો ખુલાસો થયો છે.
3 હજાર આપો, ધર્મ બદલો
- Advertisement -
સુરતમાં આધાર કાર્ડમાં ચેડા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે જેમાં બાંગ્લાદેશી મુસ્કિલ વ્યક્તિને ભારતીય નાગરિક બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે કોઈ જ કાયદાકીય દસ્તાવેજો વિના આધારકાર્ડમાં ફેરફાર કરીને નામ બદલી નાખવામાં આવે છે. મહત્વનું છે કે આ કૌભાંડ આચરતા લોકોએ આ કામ માટે એક રેટ લિસ્ટ પણ બનાવ્યું છે જેમાં પૈસા આપો અને જાતિ કે ધર્મ બધું જ બદલાવી દો, આમ આધારકાર્ડની આડમાં મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો મોટા કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે.
આધારકાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ
આ કૌભાંડમાં એવો કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં એક યુવતીએ આધારકાર્ડમાં ધર્મપરિવર્તન કરાવીને બીજા ધર્મના યુવક સાથે લગ્ન કરી કરાવવામાં આવ્યા છે, આ સમગ્ર ખેલ કેન્દ્ર સરકારના જ સત્તાવાર આધાર કેન્દ્ર પર ચાલી રહ્યો છે જ્યાં સાંસદ, ધારાસભ્ય કે કાઉન્સિલરના લેટરહેડ પર એક અરજી લખીને આધારકાર્ડમાં ફેરફાર કરવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
ઓડિયો ક્લિપમાં કૌભાંડનો ઘટસ્ફોટ
આ કેન્દ્રમાં કોઈપણ હિન્દુને મુસ્લિમ અને મુસ્લિમને હિન્દુ બનાવી દેવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે જેમાં તંત્રના નાક નીચે જ મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ધર્મ પરિર્વતન કરવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડતી હોય છે ત્યારે આધારકાર્ડમાં નામ બદલી ધર્મ પરિવર્તન થતું હોવાની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં આધારકાર્ડ કેન્દ્રના સંચાલકને એક મુસ્લિમ યુવકના આધારકાર્ડની નકલ મોકલીને એ કાર્ડ હિન્દુ નામે બનાવી આપવાનું કહ્યું. કેન્દ્ર સંચાલકે રૂ. 3000માં જ એજાજનું આધારકાર્ડ અજય નામે બનાવી આપવાની તૈયારી બતાવી છે આમ બાંગ્લાદેશી ઘૂસણખોરો અને પશ્ચિમ બંગાળથી આવતા બિનભારતીયોને ભારતીય નાગરિકતા આપી તેમને હિન્દુ નામથી ઓળખ આપી આધારકાર્ડ બનાવી દે છે.