સુરત માં મહામારી બાદ અલગ અલગ વિસ્તાર માં કોરોના ની તપાસ માટે શરૂકરવામાં આવેલી ધન્વન્તરી રથ નું ભાડું ન ચૂકવતા વાહન માલિકો હળતાલ પર ઉતરી પડયા છે ૫૩ દિવસ થી ઉઘાર પૈસા લાવી ને C N G પુરાવી ને ગાડી ચલાવતા હોવા છતાં મહીલા કોન્ટ્રાકટર આંખ આડા કાન કરી રહયા હોવાનું જાણવા મળ્યું છે જુલાઈ મહીના થી અમારી ગાડી ધન્વન્તરી રથ નાં કોન્ટ્રાક માં ચલાવી રહયાં છે ૨૫૦ જેટલા રથ ચાલકો ને દર મહી ને ૧૭૦૦૦/રૂપીયા આપવાની વાત કરાય હતી પરંતુ એ વાત ફકત કાગળ પરજ રહી છે અને બે મહીના થી વાહન માલિકો ને એક પણ રૂપીયા નું પેમેન્ટ આપવામાં આવ્યું નથી વારંવાર રજુઆત કરી ચૂકયા હોવા છતાં કોન્ટ્રાકટર આંખ આડા કાન કરી નાખે છે
સુનિલ ગાંજાવાલા સુરત