આજકાલ જયારે દુષ્કર્મના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલે ગત 2020ના એપ્રિલ મહિનામાં એક 33 વર્ષીય પરિણીતાને મોઢા ઉપર માસ્ક નહીં પહેરવા બાબતે મેમો આપવાની ધમકી આપી હતી.
મહિલાને પોતાની કારમાં બેસાડીને દુષ્કર્મ આચાર્યા બાદ મહિલાના અશ્લીલ ફોટા મોબાઇલમાં લઈ લીધા હતા. ત્યારબાદ તે અવારનવાર મહિલાને ફોટો બતાવી બ્લેકમેલ કરતો અને બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી હતી. અને મહિલા પાસે બળજબરીથી ગર્ભપાત પણ કરાવ્યો હતો.