વ્યાજખોરીનું દૂષણ સદંતર નાબૂદ કરવા માટે પોલીસ પ્રજાની પડખે
દાદા કોમ્યુનિટી હોલમાં યોજાયેલ લોનમેળામાં 200થી વધુ લોકોએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરત
રાજ્યભરમાં વ્યાજખોરીનું વધતું જતું ચલણ સદંતર નાબૂદ કરવા વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા દાદા કોમ્યુનિટી હોલ ખાતે જરૂરિયાતમંદ લોકોની આર્થિક સહાય સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા ઉમદા હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
હરહમેશ પ્રજાની પડખે ઊભા રાખી પ્રજલક્ષી કામો કરવા માટે તત્પર રહેતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના ભેસ્તાન ઉન વિસ્તારની રાહત સોસાયટીના દાદા કોમ્યુનિટી હોલ ખાતે સેક્ટર 6ના ડીસીપી ઝોન 6ની અધ્યક્ષતામાં એક લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોનમેળામાં જરૂરિયાતમંદ 200થી વધુ લોકો જોડાયા હતા આ લોનમેળામાં લોકોને સરળતાથી લોન ઉપલ્બધ કરાવી શકાય તેવા ઉમદા હેતુસર વરાછા બેન્ક મેનેજર દિનેશ ઘેલાણી, બીઑબીના મેનેજર બસોરાજ શિવલિંગીયા, એસબીઆઈના મેનેજર પ્રશાંતસિંગ શિવસદનસિંગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોન મેળવવા ઇચ્છુક લોકોને સરળ માહિતી આપી હતી આ તકે ડીસીપી ઝોન 6એ લોકોને વ્યાજખોરીની ચુંગાલમાં ન ફસાવવા અને જો કોઈ ફસાયું હોય અને વ્યાજખોરો હેરાન કરતાં હોય તો નજીકના પોલીસ મથકમાં જાણ કરવા તેમજ વેપાર ધંધામાં પૈસાની જરૂરિયાત હોય તો વ્યાજખોરોની બદલે બેન્કમાંથી લોન લેવા માર્ગદર્શન આપ્યું હતું આ તકે સરળ પધ્ધતિ ઉપલબ્ધ કરાવનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતનો લોકોએ આભાર પણ માન્યો હતો.