સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે ૨૪.૧૪ ટકા મતદાન નોંધાયું હતું કુલ ૩૨.૮૮ લાખ મતદારોમાંથી ૭.૯૩ લાખ લોકોએ મતદાન કર્યું હતું તે દરમિયાન શહેરનાં કેટલાક વરરાજાઓ લગ્ન પહેલા મત આપવા પહોંચ્યા તો કોઈ પીઠી સાથે પહોંચ્યાં તો કોઈ બગી માં આવી પહોંચ્યાં હતાં સુરત મહાનગરપાલિકા માં ચુંટણીના મતદાન માં એક દુલ્હ ને લગ્ન કરતાં પહેલાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો દુલ્હન નિધિ ગેલાણી એ મતદાન કર્યા બાદ કહ્યું હતું કે પહેલા મતદાન અને પછી સપ્તપદીનાં ફેરા નિધિએ સુરતનાં પુણા ગામ વોર્ડ નંબર:૧૬ માં મતદાન કર્યું હતું લોકશાહીનાં પર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મત નું મહત્વ સમજીને પુણા ગામ ખાતે વ્યવસાયે એડવોકેટ એવા નીતિ બેન ગેલાણી મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતાં પુના ગામ ખાતે રહેતા નિધીબેન ના આજે લગ્ન છે તેમને પોતાનો એક મોત પણ મહત્ત્વનો હોય લગ્નના સાત ફેરા ફરે તે પહેલાં મતદાન મથકે પહોંચ્યાં હતાં તેઓના બપોરે લગ્ન હોવાથી તેમને મતદાન કરવા માટે તાત્કાલિક સુવિધા કરી આપવામાં આવી હતી
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત