સુરત પાલિકાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ મોક પોલ રાઉન્ડમાં ૨૨ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બગડતાં ચૂંટણી સ્ટાફ દોડતો થઇ ગયો હતો અને તાત્કાલિક બદલીને ચૂંટણીની કામગીરી શરૂ કરવી પડી હતી પાલિકાનાં ૬૦ વોર્ડ અને ૧૨૦ બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઇ હતી સવારે ૬:૦૦ વાગ્યે શરૂ થયેલ મોક પોલ રાઉન્ડ દરમિયાન વોર્ડ નંબર:૫,૨,૩,૭,૯,૨૬,૨૪,૧૧,૧,૧૩,૧૧,૧૭,૧૬ માં ઈવીએમ માં ખરાબી આવી હતી જેમાં ઈવીએમ મશીન ખરાબ થઈ ગયું હતું કનેક્શનમાં તકલીફ આવી હતી કેબલ ખરાબ અને રજીસ્ટર બટન ખરાબ હોવાની ફરિયાદ આવી હતી ફરિયાદના પગલે જ ચૂંટણી અધિકારી નો સ્ટાફ દોડતો થઇ ગયો હતો અને સવારે ૭:૦૦ વાગ્યે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ઈવીએમ મશીન બદલવામાં આવતાં સમયસર મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી ૨૨ ઈવીએમ માંથી ૨૦ બેલેટ યુનિટ અને ૭ કંટ્રોલ યુનિટ બદલવા પડ્યાં હતાં
સુનિલ ગાંજાવાલા
સુરત